સેલેબ લાઇફ:'ભાબીજી ઘર પર હૈ' ફૅમ મનમોહન તિવારીની મોટી દીકરીની ગ્લેમરસ તસવીરો સો.મીડિયામાં વાઇરલ

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૉકડાઉનમાં રોહિતાંશે પરિવાર સાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો

લોકપ્રિય કોમેડી સિરિયલ 'ભાબીજી ઘર પર હૈ'ના દરેક પાત્રો લોકપ્રિય છે. સિરિયલના મનમોહન તિવારી, અંગુરીભાભી, અનિતાભાભી થઈ લઈ વિભૂતિ નારાયણ સહિતના પાત્રો છેલ્લા છ વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહ્યાં છે. મનમોહન તિવારીનો રોલ રોહિતાંશ ગોર ભજવી રહ્યો છે. રોહિતાંશ સો.મીડિયામાં અવારનવાર પરિવારની તસવીરો શૅર કરે છે. હાલમાં જ રોહિતાંશની દીકરીઓની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

બંને દીકરીઓ સાથે રોહિતાંશ
બંને દીકરીઓ સાથે રોહિતાંશ

બંને દીકરીઓ પણ પપ્પાની જેમ સો.મીડિયામાં એક્ટિવ
રોહિતાંશના પરિવારમાં પત્ની રેખા, મોટી દીકરી ગીતી તથા નાની દીકરી સંજીતી છે. લૉકડાઉનમાં રોહિતાંશે પરિવાર સાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે એપ્રિલમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. આ દરમિયાન ટીવી સિરિયલના શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યા હતા. કેટલાંક ટીવી શોએ મહારાષ્ટ્ર બહાર જઈને શૂટિંગ કર્યું હતું. જોકે, 'ભાબીજી ઘર પર હૈ'ના મેકર્સે 22 મેથી સુરતમાં શૂટિંગ કરવાનું શરૂ કર્યું હતું.

હાલમાં રોહિતાંશે 27મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી
13 મેના રોજ રોહિતાંશે પરિવારની તસવીર શૅર કરીને પત્નીને 27મી વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા પાઠવી હતી. રોહિતાંશ દીકરીઓ સાથે ઘણો જ ખુશ જોવા મળ્યો હતો. તેના હાથમાં બુકે હતું.

પરિવાર સાથે રોહિતાંશ
પરિવાર સાથે રોહિતાંશ
રેખા, સંજીતી તથા ગીતી
રેખા, સંજીતી તથા ગીતી

મોટી દીકરી મોડલ છે
રોહિતાંશની મોટી દીકરી ગીતી ગૌર ફેશન મોડલ છે. તેને ડાન્સ કરવો ઘણો જ પસંદ છે. તેણે કેટલીક જાહેરાતોમાં પણ કામ કર્યું છે. 2019માં TGPC કેટવૉક દીવાનું ટાઈટલ જીત્યું હતું. આ જ વર્ષે તે ટાઇમ્સ ફ્રેશ ફેસ સેકન્ડ રનરઅપ જાહેર થઈ હતી.

ટાઇમ્સ ફ્રેશ ફેસ સ્પર્ધામાં ગીતી (રેડ સર્કલમાં)
ટાઇમ્સ ફ્રેશ ફેસ સ્પર્ધામાં ગીતી (રેડ સર્કલમાં)
ગીતીએ વિવિધ જાહેરોતમાં પણ કામ કર્યું છે
ગીતીએ વિવિધ જાહેરોતમાં પણ કામ કર્યું છે

ગીતીને એક્ટ્રેસ બનવું છે
ગીતી ગોરને એક્ટ્રેસ બનવું છે અને તે બોલિવૂડમાં કામ કરવા ઉત્સુક છે. તે પોતાની યુ ટ્યૂબ ચેનલ પણ ચલાવે છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ, 2021માં ગીતીનું સો.મીડિયા અકાઉન્ટ હૅક થઈ ગયું હતું અને તેણે આ અંગે ફરિયાદ પણ કરી હતી.

ગીતી બોલિવૂડ એક્ટ્રેસ બનવા માગે છે
ગીતી બોલિવૂડ એક્ટ્રેસ બનવા માગે છે

નાની દીકરી પણ સો.મીડિયામાં એક્ટિવ
રોહિતાંશની નાની દીકરી સંજીતી પણ સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે પોતાની મમ્મી તથા મોટી બહેન સાથેના વીડિયો તથા ફોટો અવાર-નવાર શૅર કરતી હોય છે. તે પણ પોતાની મોટી બહેનની જેમ કમાલની ડાન્સર છે.

સંજીતી પણ સારી ડાન્સર છે
સંજીતી પણ સારી ડાન્સર છે
અન્ય સમાચારો પણ છે...