અંકિતા લોખંડેની વાઇલ્ડ બેચલર પાર્ટી:શોર્ટ ડ્રેસમાં એકબીજાની માથે ચડી ડાન્સ કર્યો, દારૂની છોળો ઊડી, વીડિયો વાઇરલ

2 મહિનો પહેલા
  • અંકિતા લોખંડે 12 ડિસેમ્બરેના રોજ મુંબઈની ગ્રેન્ડ હયાત હોટેલમાં પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્ન કરશે

અંકિતા લોખંડે 12 ડિસેમ્બરેના રોજ મુંબઈની ગ્રેન્ડ હયાત હોટેલમાં પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્નના બંધનમાં બંધાશે. ‘પવિત્ર રિશ્તા’ ફેમ એક્ટ્રેસ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી વિક્કી જૈનને ડેટ કરી રહી છે. અંકિતા લોખંડેએ પોતાના લગ્નની મોટી યોજનાઓ બનાવી છે. તેને પોતાના ગેસ્ટ માટે હોટેલના કેટલાક રૂમ બુક કરાવ્યા છે. રિપોર્ટ અનુસાર, લગ્નનું ફંક્શન 12 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ચાલશે અને ઘણા સેલેબ્સ તેની મેરેજ સેરેમનીમાં પર્ફોર્મ કરશે. તેને લઈને પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જાણીતો રેપર બાદશાહ પણ પર્ફોર્મ કરશે. આ દરમિયાન અંકિતા લોખંડેએ મુંબઈની રેસ્ટોરાંમાં બેચલર પાર્ટીનું આયોજન કર્યું હતું.

આ પાર્ટીમાં તેના મિત્રો અપર્ણા દીક્ષિત, રશ્મિ દેસાઈ, સૃષ્ટિ રોડે, મૃણાલ ઠાકુર, મૃણાલિની ત્યાગી અને અન્યોએ હાજરી આપી હતી. પાર્ટીમાં અભિનેત્રી શોર્ટ વાઈન કલરના ડ્રેસમાં અદભુત લાગી રહી હતી. અંકિતા લોખંડેની બેચલર પાર્ટીની તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

ડાન્સ ફ્લોર પર અંકિતા લોખંડેએ જોરદાર બૂમ પડાવી દીધી હતી. તસવીરમાં અંકિતા લોખંડે પોતાની ખાસ મિત્ર રશ્મિ દેસાઈના ખભા પર સવારી કરી રહી છે.
ડાન્સ ફ્લોર પર અંકિતા લોખંડેએ જોરદાર બૂમ પડાવી દીધી હતી. તસવીરમાં અંકિતા લોખંડે પોતાની ખાસ મિત્ર રશ્મિ દેસાઈના ખભા પર સવારી કરી રહી છે.
અંકિતા લોખંડેના તમામ મિત્રો બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળ્યા હતા
અંકિતા લોખંડેના તમામ મિત્રો બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળ્યા હતા
રશ્મિ દેસાઈ, માહી વિજ અને અમૃતા ખાનવિલકર
રશ્મિ દેસાઈ, માહી વિજ અને અમૃતા ખાનવિલકર
અંકિતા લોખંડે અને મૃણાલ ઠાકુર. પર્પલ કલરના શોર્ટ ડ્રેસમાં અંકિતા લોખંડે એકદમ સુંદર દેખાતી હતી.
અંકિતા લોખંડે અને મૃણાલ ઠાકુર. પર્પલ કલરના શોર્ટ ડ્રેસમાં અંકિતા લોખંડે એકદમ સુંદર દેખાતી હતી.

તાજેતરમાં, અંકિતાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેના એમ્બ્રોઇડરીવાળા ‘બ્રાઇડ ટુ બી’ સેન્ડલની ઝલક પણ આપી હતી. અંકિતા અને વિકી ત્રણ વર્ષથી વધુ સમયથી ડેટિંગ કરી રહ્યાં છે. આ કપલે હંમેશા મુશ્કેલ સમયમાં એકબીજાને સાથ આપ્યો છે.

વિકીને મળ્યા પહેલાં અંકિતા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશિપમાં હતી. લોકપ્રિય સિરિયલ ‘પવિત્ર રિશ્તા’માં સાથે કામ કરનાર બંને છ વર્ષના સંબંધોમાં હતા, જેનો 2016માં અંત આવ્યો હતો.