TV TRP રિપોર્ટ:રૂપાલી ગાંગુલીના શો 'અનુપમા' પાસેથી નંબર વનનો તાજ છીનવાયો, સિરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' નંબર 1

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • TRP રિપોર્ટમાં 'અનુપમા' એક નંબરથી સીધો ત્રણ નંબર સ્થાને
  • 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' હાલમાં વિરાટ ચૌહાણ અને સઈ એકબીજાની નિકટ આવે છે

હાલમાં ટીવી શો વચ્ચે TRP માટે જબરજસ્ત ટક્કર જોવા મળે છે. છેલ્લાં અનેક મહિનાઓથી રૂપાલી ગાંગુલીનો શો 'અનુપમા' TRP લિસ્ટમાં નંબર વન હતો. જોકે, હવે 'અનુપમા' નંબર વન શો રહ્યો નથી. હવે 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' નંબર વન શો બન્યો છે. હાલમાં BARC (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ)એ આ અઠવાડિયાનો TRP રિપોર્ટ રિલીઝ કર્યો છે. TRP લિસ્ટ પ્રમાણે ટોપ 5 શો કયા છે, તે જાણીએ.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં
ઈમ્પ્રેશનઃ 11986
કાસ્ટઃ નીલ ભટ્ટ, આયેશા સિંહ, ઐશ્વર્યા શર્મા

છેલ્લાં ઘણાં સમયથી નંબર 2 પર રહેલો આ શો આ વખતે નંબર વન બન્યો છે. આ શોમાં મરાઠી પરિવારની વાત કરવામાં આવી છે, જેમાં IPS વિરાટ ચૌહાણ પ્રેમ તથા કર્તવ્યની વચ્ચે ફસાયેલો છે. હાલમાં IPS વિરાટ ચૌહાણ પોતાના મિશન પર જાય છે. વિરાટ (નીલ ભટ્ટ) પાખી (ઐશ્વર્યા શર્મા)ને પ્રેમ કરતો હોય છે, પરંતુ કેટલાંક કારણોસર તે શહીદ પોલીસ જવાનની દીકરી સઈ (આયેશા સિંહ) સાથે લગ્ન કરે છે. પાખીના લગ્ન વિરાટના ભાઈ સાથે થાય છે. હવે એક જ ઘરમાં વિરાટ, સઈ તથા પાખી છે. હાલના ટ્રેક પ્રમાણે, પાખી, સઈ તથા વિરાટને અલગ કરવાનો પ્રયાસ કરે છે.

ઈમલી
ઈમ્પ્રેશનઃ 11386
કાસ્ટઃ સુંબુલ તૌકરી, મયુરી દેશમુખ, ગશ્મીર મહાજની, આસ્થા અગ્રવાલ, ચંદ્રેશ સિંહ

શોની વાર્તા ઈમલી નામની ગામડાની યુવતી પર આધારીત છે. ઈમલીના લગ્ન શહેરના રિપોર્ટર આદિત્ય સાથે જબરજસ્તી કરવામાં આવ્યા છે. લગ્ન બાદ ઈમલી જ્યારે શહેર આવે છે ત્યારે તેને ખબર પડે છે કે આદિત્ય અન્ય કોઈને પ્રેમ કરે છે. આદિત્ય પોતાની પ્રેમિકા માલિની સાથે લગ્ન કરે છે. જોકે, હાલના ટ્રેક પ્રમાણે, આદિત્યને લાગે છે કે તે ઈમલીને પ્રેમ કરે છે. તેણે ક્યારેય માલિનીને પ્રેમ કર્યો નથી. માલિનીને આ વાતની જાણ થાય છે અને તે આત્મહત્યા કરે છે. અલબત્ત, સમયસર સારવાર મળી જવાને કારણે તે ઠીક થઈ જાય છે.

અનુપમા
ઈમ્પ્રેશનઃ 10944
કાસ્ટઃ રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, નિધી શાહ, પારસ કલનાવત, તસ્નીમ શેખ

આ શો અનુપમા નામની મહિલા પર આધારિત છે. અનુપમા પરિવારની પાછળ પોતાની જાતને ભૂલી જાય છે, તે બાબત બતાવવામાં આવી છે. તેના પતિના અફેર વિશે જાણ થતાં અનુપમા પતિ વનરાજને ડિવોર્સ આપવાનો નિર્ણય કરે છે. હાલના ટ્રેક પ્રમાણે, અનુપમાને ગર્ભાશયમાં ટ્યૂમર છે. વનરાજ હવે ડિવોર્સ લેવા માગતો નથી, પરંતુ અનુપમા પતિથી અલગ થવા મક્કમ છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ
ઈમ્પ્રેશનઃ 9672
કાસ્ટઃ શિવાંગી જોશી, મોહસિન ખાન

આ શોમાં કાર્તિકની પત્ની નાયરા જેવી જ દેખાતી સીરતની એન્ટ્રી થઈ છે. કાર્તિક તથા સીરત એકબીજાને પસંદ કરવા લાગ્યા છે. જોકે, આ જ સમયે સીરતના પહેલા પ્રેમી રણબીરની એન્ટ્રી થાય છે. હવે કાર્તિક બંનેને એક કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, કાર્તિકનો દીકરો કૈરવ ઈચ્છે છે કે તેના પિતા સીરત સાથે લગ્ન કરે.

કુંડલી ભાગ્ય
ઈમ્પ્રેશનઃ 9016
કાસ્ટઃ શ્રદ્ધા આર્યા, ધીરજ ધૂપર, અંજુમ, માનિત જૌરા

આ શોમાં હાલમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળે છે. શોમાં અક્ષયના ખૂનના આક્ષેપ બદલ પ્રીતા જેલમાં છે. પ્રીતાના કેસની સુનાવણી દરમિયાન લાંબા સમય બાદ તે કરણને મળે છે. કરણે પ્રીતાને જેલમાંથી બહાર લાવવાનું વચન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...