તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલીમાં સેલિબ્રિટી:32 વર્ષીય એક્ટ્રેસ ગેહના વશિષ્ઠની ધરપકડ થઈ, પોર્ન વીડિયો બનાવી પોતાની વેબસાઈટ પર અપલોડ કરવાનો આરોપ છે

એક મહિનો પહેલા

મુંબઈ ક્રાઈમ બ્રાંચનાં પ્રોપર્ટી સેલે એક્ટ્રેસ અને મોડલ ગેહના વશિષ્ઠની ધરપકડ કરી છે. તેની પર પોર્ન વીડિયો બનાવી તેની વેબસાઈટ પર અપલોડ કરવાનો આરોપ છે. રવિવારે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્રણ લોકોએ પર પોર્ન ફિલ્મમાં કામ કરવાનું દબાણ કરવાની ફરિયાદ કરતા આ કાર્યવાહી થઈ છે.

ગેહનાએ 87 પોર્ન વીડિયો બનાવ્યા
એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત દરમિયાન મુંબઈ પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું, ગેહનાએ 87 પોર્ન વીડિયો બનાવ્યા છે અને પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યા છે. વીડિયો જોવા માટે પેડ સબસ્ક્રીપ્શનની જરૂર પડે છે. તેનો ચાર્જ 200 રૂપિયા રાખ્યો હતો.

ગેહના આ પહેલાં પણ અનેક વિવાદમાં ફસાઈ ચૂકી છે
ગેહના આ પહેલાં પણ અનેક વિવાદમાં ફસાઈ ચૂકી છે

ગેહનાએ ‘ગંદી બાત’માં એક્ટિંગ કરી હતી
32 વર્ષીય ગેહનાનું જન્મ નામ વંદના તિવારી છે. તેણે ભોપાલમાં રોબોટિક સાયન્સમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેણે સ્ટાર પ્લસમાં શો ‘બહને’માં કામ કર્યું છે. 2012માં ગેહના મિસ એશિયા બિકીની કોન્ટેસ્ટ જીતી હતી. આ ઉપરાંત છેલ્લા 6 વર્ષમાં તે સાઉથની 30થી વધુ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. ગયા વર્ષે તે ઓલ્ટ બાલાજીની સિરીઝ ‘ગંદી બાત’ અને ઉલ્લુ એપ શોઝમાં દેખાઈ હતી.

બીજા પણ ઘણા વિવાદમાં નામ આવ્યું છે
ગેહના તિરંગો લપેટીને ફોટોશૂટ કરવા અને મેરીકોમ દ્વારા ઓલિમ્પિક મેડલ જીતવા પર ન્યૂડ ફોટો ક્લિક કરાવવા પર પણ વિવાદોમાં રહી ચૂકી છે. 2018માં તેણે બિગ બોસ કન્ટેસ્ટન્ટ અર્શી ખાનને લઈને દાવો કર્યો હતો કે, તે પોતાની ઉંમર ઓછી કહે છે. અર્શીએ 50 વર્ષની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે અને તેની વિરુદ્ધ 10 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તેમાં ચાર ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજના અપમાનનાં છે.

2019માં મરતાં મરતાં માંડ બચી
ગેહના વશિષ્ઠ વર્ષ 2019માં ગંભીર રીતે બીમાર થઈ હતી. તેને ડાયિબિટીઝ એકદમ વધી ગયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. હોસ્પિટલના ડૉક્ટર્સના પ્રમાણે, ગેહનાની હાલત ગંભીર હતી અને તે સમયે તેનું શરીર ટ્રીટમેન્ટને રિસ્પોન્સ પણ કરતું નહોતું. આ પરિસ્થિતિમાં ગેહના મોતની નજીક પહોંચી ગઈ હતી.

ગેહનાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
ગેહનાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી

ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો
ગેહનાના ડૉક્ટર પ્રણબ કાબ્રાએ તે સમયે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું, 'ગેહના કોમાની સ્થિતિમાં પહોંચી ગઈ હતી. જો સારવારમાં થોડીક જ સેકન્ડ મોડું થયું હોત તો તેને બચાવવી મુશ્કેલ થઈ જાત. ગેહનાનું બ્લડ પ્રેશર ઘણું જ ઘટી ગયું હતું. તે સમયે ડૉક્ટર્સે ગેહનાને CPR તથા ઇલેક્ટ્રિક શોક આપ્યો હતો. ગેહનાને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તેનો ડાયાબિટીઝ ઘણો જ વધારે છે અને તેને કારણે તેને કાર્ડિયેક અરેસ્ટ પણ આવ્યો હતો. આ પરિસ્થિતિમાં વ્યક્તિનું મોત પણ થઈ શકે. ગેહાનાનો ડાયાબિટીઝ 530 જેટલો હતો.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો