તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રગ્સ કેસમાં ફરાર એક્ટર:ગૌરવ દીક્ષિત એન્જિનિયર કર્યા બાદ ગ્લેમર વર્લ્ડમાં ગયો, હવે નશાખોરીના આક્ષેપમાં ફરાર

મુંબઈ5 દિવસ પહેલાલેખક: રાજેશ ગાબા
  • કૉપી લિંક

ડ્રગ્સ કેસમાં NCBએ 'બિગ બોસ'ના પૂર્વ સ્પર્ધક એજાઝ ખાનની ધરપકડ કરી ચૂકી છે. પૂછપરછ દરમિયાન એજાઝે તેના સંપર્કમાં રહેલાં કેટલાંક ટીવી કલાકારોના નામ આપ્યા છે. આ કડીમાં મુંબઈના લોખંડવાલાના વિસ્તારના NCBની ટીમે ટીવી કલાકાર ગૌરવ દીક્ષિતના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના મતે, ગૌરવને પહેલેથી જ દરોડોની જાણ હતી અને તે ઘર છોડીને ફરાર થઈ ગયો હતો. NCBના મતે, એક્ટરની સાથે વિદેશી મહિલા પણ રહેતી હતી. હવે આ મહિલા પણ ગાયબ છે. માનવામાં આવે છે કે બંને એક સાથે ફરાર થયા છે. દરોડા દરમિયાન ટીમને લેપટોપ તથા ડ્રગ્સ જપ્ત કર્યું છે.

કોણ છે ગૌરવ?
ડ્રગ્સ કેસમાં ફરાર ગૌરવ ભોપાલનો છે. તેણે અહીંથી BE પાવર ઈલેક્ટ્રોનિક્સ કર્યું છે. ગૌરવના પિતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર થયા છે. માતા હાઉસ વાઈફ છે. ગ્લેમરની ચમકદમકથી ગૌરવ દૂર રહી શક્યો નહીં. ગુડ લુકિંગ હોવાને કારણે ગૌરવના મિત્રો તેને મોડલિંગ તથા એક્ટિંગમાં જવાનું કહેતા હતા. ગૌરવે ભોપાલમાં જ ફોટોશૂટ કરાવ્યું હતું અને મુંબઈની કેટલીક મોડલિંગ એજન્સીઓએ તેને મોડલિંગની ઓફર આપી હતી. એન્જિનિયરિંગ બાદ ગૌરવે નોકરી કરવાને બદલે માયાનગરીની રાહ પકડી હતી.

'મોહલ્લા મોહબ્બતવાલા'થી ગૌરવે ટીવી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી
ગૌરવ માટે આ રાહ સરળ નહોતી. તેને શરૂઆતમાં નાના-મોટા મોડલિંગ અસાઈનમેન્ટ મળ્યા અને અનેકવાર તેને મુશ્કેલી પડી હતી. આ જ કારણે બેથી ત્રણવાર તે પોતાના ઘરે ભોપાલ ગયો હતો. જોકે, પરિવારે સપોર્ટ કર્યો અને ગૌરવને મુંબઈ જઈને નસીબ અજમાવવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. ત્યારબાદ ગૌરવે પોતાની બૉડી પર મહેનત કરી અને કાસ્ટિંગ એજન્સીના ચક્કર કાપવાના શરૂ કર્યા હતા. મોડલિંગ પણ ચાલુ રાખ્યું.

ધીમે ધીમે ગૌરવની મહેનત રંગ લાવી હતી. 2006-7માં ગૌરવને સિરિયલ 'મોહલ્લા મોહબ્બતવાલા' મળી હતી. આ સિરિયલને 'ભાબીજી ઘર પર હૈ' ફૅમ રાઈટર મનોજ સંતોષીએ લખી હતી. આ સિરિયલને તિગ્માંશુ ધૂલિયાએ ડિરેક્ટ કરી છે.

'હેપ્પી ભાગ જાયેંગી' ફિલ્મમાં વખાણ થયા
ગૌરવે સંજય ઝવેરીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'ફેન કેન બી ડેન્જરસ'માં આર્યન વૈદ્ય તથા પાયલ રોહતગી સાથે કામ કર્યું હતું. હૈદર કાઝમીની ફિલ્મ 'બોબી લવ એન્ડ લસ્ટ'માં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ભોજપુરી સુપરસ્ટાર મોનાલીસા હતા. ત્યારબાદ 'ડાયર ઓફ બટરફ્લાય'માં ઉદિતા ગોસ્વામી, સોફિયા હયાત, રતિ અગ્નિહોત્રી સાથે કામ કર્યું હતું. જહાંગીર ખાનની ફિલ્મ 'ધ મેજિક ઓફ સિનેમા' તથા સૈફ અલી ખાનની 'બુલેટ રાજા'માં પણ કામ કર્યું હતું. જોકે, ગૌરવને ફિલ્મમાં ખરી ઓળખ 'હેપી ભાગ જાયેંગી'થી મળી હતી. ગૌરવે 'સીતા ઔર ગીતા' સિરિયલમાં પણ કામ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો