તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Television
  • Gauhar Khan's Lover Zaid Called His Father Ismail Darbar And Stepmother And Told Them About The Relationship. The Father Said, "We Are Happy With This Relationship."

પરિવારની મંજૂરી:ગૌહર ખાનના પ્રેમી જૈદે પિતા ઈસ્માઈલ દરબાર અને સાવકી માતાને ફોન કરી સંબંધો અંગે જણાવ્યું, પિતાએ કહ્યું- અમે આ સંબંધથી ખુશ છીએ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

'બિગ બોસ' વિનર ગૌહર ખાન આજકાલ કોરિયોગ્રાફર જૈદ દરબાર સાથેની નિકટતાને કારણે ચર્ચામાં છે. બંને એકબીજા સાથે વધુ સમય પસાર કરે છે. બંનેએ લાંબા સમય સુધી પોતાના સંબંધો ગુપ્ત રાખ્યા હતા પરંતુ હવે જૈદે પરિવારને આ સંબંધો અંગે જણાવ્યું હતું. જૈદ, મ્યૂઝિક કમ્પોઝર ઈસ્માઈલ દરબારની પહેલી પત્ની ફરઝાનાનો દીકરો છે. જોકે, જૈદના પિતાની બીજી પત્ની આયેશા સાથે પણ સારા રિલેશન છે. તેણે ફોન પર ગૌહર ખાન સાથેના સંબંધોની વાત કરી હતી અને તેના પેરેન્ટ્સે મંજૂરી આપી હતી.

હાલમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ઈસ્માઈલ દરબારે કહ્યું હતું કે થોડાં દિવસ પહેલા જૈદે પોતાની માતા આયેશાને ફોન કરીને આ અંગે વાત કરી હતી. જૈદે ગૌહરના ઘણાં જ વખાણ કર્યા હતા અને પોતાના સંબંધો અંગે જણાવ્યું હતું.

ઈસ્માઈલ દરબારને પૂછવામાં આવ્યું કે ગૌહરને તેમના આશીર્વાદ મળશે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું, 'જો જૈદ તથા ગૌહર લગ્ન કરે છે તો તે જરૂરથી આશીર્વાદ આપશે. જો જૈદને લગ્ન કરવા હોય તો તેમને કોઈ વાંધો નથી. તે 29 વર્ષનો હતો અને તેને ખ્યાલ છે કે તે શું કરે છે. મારી પત્ની આયેશાએ પણ આ સંબંધથી ખુશ છે. જૈદ એટલો મોટો છે કે તેને શું સાચું અને શું ખોટું તેની પૂરેપૂરી ખબર છે.'

વધુમાં ઈસ્માઈલ દરબારે કહ્યું હતું, 'મને ફૅક બનવું પસંદ નથી. સીધી વાત છે કે મેં પણ બીજા લગ્ન કર્યા છે. મારા પહેલી પત્ની ફરઝાના (જૈદની માતા) સાથે બનતું નહોતું. જો અમારી વચ્ચે બધું ઠીક હોત તો મારે બીજા લગ્ન કરવા પડ્યા ના હોત. બાળકોના અંગત જીવનમાં મેં ક્યારેય દખલગીરી કરી નથી. મારી પહેલી પત્નીથી ચાર તથા બીજા પત્નીથી એક બાળક છે. હું મારા પાંચેય બાળકોની નિકટ છું.'

ગૌહર ખાન તથા જૈદ છેલ્લાં કેટલાંક દિવસથી સતત ડાન્સ વીડિયો તથા તસવીરો શૅર કરે છે. ગૌહરે હાલમાં જ જૈદ સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. ગૌહર આ પહેલા ટીવી એક્ટર કુશલ ટંડનને ડેટ કરતી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો