તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેરેજ:મુંબઈની ITC મરાઠા હોટેલમાં ગૌહર ખાન અને ઝૈદ દરબારના નિકાહ થશે, પ્રિ વેડિંગ માટે પુણેનું રોયલ લોકેશન પસંદ કર્યું

10 મહિનો પહેલા

બિગ બોસ 7ની વિનર રહી ચૂકેલી ગૌહર ખાને હાલમાં જ બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે સગાઇના સમાચાર આપીને ચાહકોને ચોંકાવ્યા હતા. એ પછી હાલ બંને મુંબઈ વેકેશન પર છે. ડાન્સ કોરિયોગ્રાફર ઝૈદ દરબાર મ્યુઝિક કમ્પોઝર ઈસ્માઈલ દરબારનો મોટો દીકરો છે, જેની સાથે ગૌહર ડિસેમ્બરમાં મેરેજ કરશે. વેડિંગની તૈયારીઓ શરુ થઇ ગઈ છે અને વેડિંગ વેન્યૂ પણ નક્કી થઇ ગયું છે, બંને મુંબઈની ITC મરાઠા લક્ઝરી હોટેલમાં નિકાહ કરશે.

પિંકવિલા ન્યૂ વેબસાઈટના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ગૌહર ખાન અને ઝૈદ દરબાર મુંબઈની ITC મરાઠા હોટેલમાં લગ્ન કરવાના છે. મેરેજ પહેલાં પ્રિવેડિંગ શૂટ માટે તેઓ પુણે જશે. તેના માટે જાધવગઢ હોટેલ ફાઈનલ કરી છે. ગૌહર ખાન ઈચ્છે છે કે તેમનું પ્રિ વેડિંગ કોઈ રોયલ જગ્યાએ થાય આથી પુણેની આ હોટેલને ફાઈનલ કરી છે.

22 ડિસેમ્બરથી ફંક્શન શરુ થશે
ગૌહર ખાન અને ઝૈદ દરબાર 25 ડિસેમ્બરે લગ્ન કરવાના છે પણ ફંક્શન 22 ડિસેમ્બર શરુ થવાના છે. આ ફંક્શનમાં કપલના નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વધારે મહેમાનને આમંત્રણ આપ્યું નથી.

લગ્ન પહેલાં દુબઈ ટ્રિપ
ગૌહર ખાન હાલ બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનના અમુક ફોટોઝ પણ તેણે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા છે. તેમાં તે આરામ કરતી તો ક્યારેક વોટર ફન એક્ટિવિટી કરતી દેખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...