તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવબર્ડ્સ:લગ્ન પહેલાં બોયફ્રેન્ડ જૈદ દરબાર સાથે દુબઇ પહોંચી ગૌહર ખાન, મિનિ હોલીડેના ફોટોઝ સામે આવ્યા

6 મહિનો પહેલા

'બિગ બોસ 7'ની વિજેતા ગૌહર ખાન હાલ તેનાં લગ્નના સમાચારને કારણે ઘણી ચર્ચામાં છે. ગૌહર 24 ડિસેમ્બરે બોયફ્રેન્ડ જૈદ દરબાર સાથે નિકાહ કરવાની છે જેની તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ છે. આ વચ્ચે ગૌહર અને ડાન્સ કોરિયોગ્રાફર જૈદ મિનિ હોલીડે માટે દુબઇ પહોંચ્યા છે. બંનેના અમુક ફોટોઝ પણ સામે આવ્યા છે.

જૈદ દરબારે તેના દુબઇ વેકેશનની ઝલક દેખાડી છે. તેણે ઇન્સ્ટા પર ફોટો શેર કરી લખ્યું કે, હાઈ દુબઇ. હું પાછો આવી ગયો છું પણ આ વખતે પાર્ટનર ગૌહર ખાન સાથે. ગાજા. સોશિયલ મીડિયા પર કપલને ગાજા નામ આપવામાં આવ્યું છે.

5 નવેમ્બરે સગાઈનું અનાઉન્સમેન્ટ કર્યું હતું
ગૌહર ખાન અને જૈદ દરબારે 5 નવેમ્બરે સગાઈનું અનાઉન્સમેન્ટ કર્યું હતું. લવ બર્ડ્સે સોશિયલ મીડિયા પર એક રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો જેમાં એન્ગેજમેન્ટ રિંગનું ઈમોજી શેર કર્યું હતું. ત્યારબાદ જૈદની માતા, ભાઈ અને બહેને ભાભી ગૌહરનું ઘરમાં સ્વાગત કર્યું હતું.

પિતા ઇસ્માઇલને સગાઈની ખબર ન હતી
ગૌહર જૈદની સગાઈના અનાઉન્સમેન્ટ બાદ પિતા ઇસ્માઇલ દરબારે ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને બંનેની સગાઈની જાણકારી નથી. મ્યુઝિક કમ્પોઝરે કહ્યું, જે રીતે લોકો ગૌહર અને જૈદની પોસ્ટ જોઈ રહ્યા છે, તે જ રીતે મને પણ પોસ્ટ જોઈને જ ખબર પડી કે આ બંનેએ સગાઈ કરી લીધી છે. સાચું કહું તો અમારા પરિવારમાં આજેપણ એક નિયમ કાયમ છે અને તે છે પિતા પોતાના પિતાને ખુદ લગ્નની વાત કરવા નથી જતો. હજુ સુધી જૈદે મને એકવાર પણ તેના લગ્ન વિશે જણાવ્યું નથી.

24 ડિસેમ્બરે જૈદ-ગૌહરના નિકાહ
થોડા દિવસ પહેલાં બિગ બોસ 12માં તૂફાની સિનિયર બનીને પહોંચેલી ગૌહર 24 ડિસેમ્બરે મુંબઈમાં નિકાહ કરવાની છે. મહામારીને કારણે આ સામાન્ય સેલિબ્રેશન હશે જેમાં નજીકના સંબંધીઓ અને મિત્રો સામેલ થઇ શકશે. આ લગ્નમાં સામેલ થવા માટે ગૌહરની બહેન નિગાર અને પરિવારના લોકો ટૂંક સમયમાં દુબઈથી ઇન્ડિયા આવવાના હતા પણ તે પહેલાં એક્ટ્રેસ ખુદ દુબઇ પહોંચી ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો