તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રિયાલિટી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની બારમી સિઝન આવી રહી છે. આ શોની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 9 મેથી શરૂ થઈ છે. અમિતાભ બચ્ચને કોરોનાવાઈરસ તથા લૉકડાઉનની વચ્ચે આ શોનું શૂટિંગ શરૂ કર્યું છે.
પહેલીવાર પ્રક્રિયા ઓનલાઈન
‘કેબીસી’ના ઈતિહાસમાં પહેલીવાર આ શોના રજિસ્ટ્રેશનથી લઈ સ્પર્ધકોની પસંદગી સુધીની પૂરી પ્રક્રિયા ઓનલાઈન થશે. ઓડિશન પ્રોસેસને ચાર હિસ્સામાં વહેંચવામાં આવી છે - રજિસ્ટ્રેશન, સ્ક્રીનિંગ, ઓનલાઈન ઓડિશન તથા પર્સનલ ઈન્ટરવ્યૂ. પહેલો રાઉન્ડ 9 મેથી 22 મે સુધી ચાલશે. સ્પર્ધક રજિસ્ટ્રેશન પ્રોસેસ ક્લિયર કરે તો તેને કમ્પ્યૂટરાઈઝ્ડ પ્રોસેસના માધ્યમથી શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને બીજા તબક્કાની જાણ ટેલિફોન દ્વારા કરવામાં આવશે.
ત્યારબાદ ઓનલાઈન ઓડિશનમાં એક જનરલ નોલેજ ટેસ્ટ તથા સોની લિવ એપના માધ્યમથી આવેદકોને વીડિયો બનાવવાનો કહેવામાં આવશે. અંતે, સિલેક્ટ થયેલા લોકોને પર્સનલ વીડિયો કોલ માટે ઈન્વાઈટ કરવામાં આવશે. ત્યારબાદ કેટલાંક લોકોને સ્ટેજ પર અમિતાભ બચ્ચનની સાથે ગેમ શોમાં રમવાની તક મળશે.
View this post on InstagramA post shared by Sony Entertainment Television (@sonytvofficial) on May 12, 2020 at 7:00am PDT
આ રીતે ભાગ લઈ શકાય છે
સામાન્ય રીતે રજિસ્ટ્રેશન બાદ સ્પર્ધકોને અલગ-અલગ રાજ્યના વિવિધ સેન્ટર પર બોલાવીને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે. જોકે, આ વખતે તમામ પ્રક્રિયા ડિજિટલ હશે. શો સાથે સંકળાયેલા નિકટના સૂત્રોના મતે, આ ડિજિટિલ પ્રોસેસમાં ત્રણ મહિનાનો સમય થશે અને બધું બરોબર રહ્યું તો ઓગસ્ટના અંત સુધીમાં શોનું શૂટિંગ શરૂ થઈ જશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.