બિગ બોસ 15:એન્જિનિયર, ડૉક્ટર, ડિઝાઇનરથી લઈ બિઝનેસની ડિગ્રી છે, જાણો 'બિગ બોસ 15'ના સ્પર્ધકો કેટલું ભણ્યા છે?

મુંબઈ3 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

સલમાન ખાનનો વિવાદાસ્પદ શો 'બિગ બોસ'ની 15મી સિઝન હાલ ચર્ચામાં છે. સલમાન ખાનનો આ શો કોઈને કોઈ કારણે વિવાદમાં આવી જાય છે. આ દરમિયાન આપણે જોઈએ કે 'બિગ બોસ'માં ભાગ લેતા આ સ્પર્ધકો કેટલું ભણ્યા છે.

કરન કુંદ્રા

કરને મેયો કોલેજ, અજમેરમાંથી અભ્યાસ કર્યો છે. પછી તેણે અમેરિકા જઈને MBA (માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)ની ડિગ્રી લીધી હતી.

શમિતા શેટ્ટી​​​​​​​

શમિતાએ મુંબઈની સિડેનહેમ કોલેજમાંથી કોમર્સમાં ડિગ્રી લીધી છે. તેણે SNDT કોલેજમાંથી ફેશન ડિઝાઇનરની ડિગ્રી લીધી હતી. સેન્ટ્રલ સેન્ટ માર્ટિન્સ તથા લંડનના ઇંચબાલ્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનમાંથી ડિપ્લોમા કર્યું હતું.

તેજસ્વી પ્રકાશ

તેજસ્વીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી B. Techની ડિગ્રી લીધી છે. જ્યારે 'સ્વરાગિની'માં કામ કરતી હતી, ત્યારે તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો.

સાહિલ શ્રોફ​​​​​​​

સાહિલે ઓસ્ટ્રેલિયામાંથી ઇનફોર્મેશન ટેક્નોલોજી તથા બિઝનેસ સ્ટડીમાં ડિગ્રી લીધી છે.

વિશાલ કોટિયન​​​​​​​

મુંબઈની ચાલીમાં રહેતા વિશાલે ડોન બોસ્કો સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે MBA ઇન ફાઈનાન્સમાં ડિગ્રી લીધી છે.

ઉમર રિયાઝ

ઉમર રિયાઝ જનરલ સર્જન છે. કોરોના દરમિયાન તેણે ફ્રન્ટલાઇન વર્કર તરીકે કામ કર્યું છે. ઉમર રિયાઝ HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યારે તેનો ભાઈ અસીમ રિયાઝ 'બિગ બોસ 13'માં હતો.

ડોનલ બિષ્ટ​​​​​​​

ડોનલે માસ મીડિયામાં ગ્રેજ્યુએશન કર્યું છે. એક્ટ્રેસ બન્યા પહેલાં તે પત્રકાર તરીકે કામ કરતી હતી.

સિમ્બા નાગપાલ​​​​​​​

દિલ્હીના સિમ્બાએ ગુરુગ્રામની સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાંથી અભ્યાસ કર્યો છે. તેણે અંસલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

માયશા અય્યર​​​​​​​

માયશાએ મુંબઈની MET કોલેજમાંથી બિઝનેસનો અભ્યાસ કર્યો છે અને પછી મોડલિંગ શરૂ કર્યું હતું.

નિશાંત ભટ્ટ

નિશાંતે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આર્ટ્સના અભ્યાસ દરમિયાન તે કોરિયોગ્રાફર તરીકે કામ કરતો હતો.

પ્રતીક સહજપાલ​​​​​​​

દિલ્હીના પ્રતીક એમિટી લૉ કોલેજમાંથી ડિગ્રી લીધી છે.

વિધિ પંડ્યા

વિધિએ મુંબઈની સોફિયા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

અકાસા સિંહ

​​​​​​​પંજાબની અકાસાએ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.