સેલેબ્સ લાઇફ:અંકિતા લોખંડેથી લઈ દિશા વાકાણી-રૂપાલી ગાંગુલી સુધી, આ ટીવી એક્ટ્રેસિસના પતિ ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલા નથી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈના પતિ CA તો કોઈના આર્મી ઓફિસર છે

હાલમાં જ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ વિકી જૈન સાથે 14 ડિસેમ્બરે મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. અંકિતાનો પતિ ટીવી કે ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો નથી. તે બિઝનેસમેન છે. માત્ર અંકિતા જ નહીં, ટીવીની ઘણી એક્ટ્રેસિસે ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ ના ધરાવતા હોય તેવા વ્યક્તિને લાઇફ પાર્ટનર બનાવ્યો છે.

અંકિતા લોખંડે

અંકિતાએ લોંગ ટાઇમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા છે. વિકી બિઝનેસમેન છે. તે છત્તીસગઢમાં મહારીવ કોલનો મેનેજિંગ ડિરેક્ટર છે. આ ઉપરાંત ત્રિવેણી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ તથા બિરલા ઓપન માઇન્ડ્સ પ્રી સ્કૂલમાં સચિવ છે.

શ્રદ્ધા આર્યા

'કુંડલી ભાગ્ય' ફૅમ શ્રદ્ધા આર્યાએ રાહુલ નાગલ સાથે નવેમ્બર, 2021માં લગ્ન કર્યા છે. રાહુલ નેવી ઓફિસર છે અને દિલ્હીમાં રહે છે.

રૂપાલી ગાંગુલી

'અનુપમા' ફૅમ રૂપાલી ગાંગુલીએ બેસ્ટ ફ્રેન્ડ અશ્વિન સાથે લગ્ન 2013માં કર્યા છે. અશ્વિન પહેલાં વિદેશમાં નોકરી કરતો હતો. પછી તે મુંબઈ આવી ગયો હતો. મુંબઈમાં તેણે ક્રિએટિવ કંપની શરૂ કરી છે.

દિશા વાકાણી

'તારક મહેતા...'માં દયાભાભીનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર દિશા વાકાણીએ મયુર પડિયા સાથે 2015માં લગ્ન કર્યા છે. મયુર CA (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) છે. દિશા તથા મયુરને દીકરી સ્તુતિ છે.

નેહા મર્દા

નેહાએ 2012માં એરેન્જ મેરેજ કર્યા હતા. નેહાનો પતિ આયુષ્માન પટનામાં બિઝનેસમેન છે. નેહા મોટાભાગે મુંબઈમાં રહેતી હોય છે અને તેનો પતિ પરિવાર સાથે પટનામાં રહે છે.

નેહા પેન્ડસે​​​​​​​

નેહા પેન્ડસેએ બિઝેસમેન શાર્દુલ સાથે જાન્યુઆરી 2020માં લગ્ન કર્યાં હતાં.

નીતિ ટેલર

ટીવી એક્ટ્રેસ નીતિએ ઓગસ્ટ, 2020માં આર્મી ઓફિસર પરીક્ષિત બાવા સાથે લગ્ન કર્યાં હતાં.