તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Television
  • Friends Of The Industry Extended A Helping Hand To The Rumor Of Aditya Narayan's Bankruptcy, The Host Said Happily 'Good To See That People Really Care'

ખોટા સ્ટેટમેન્ટની અસર:આદિત્ય નારાયણની દેવાળિયા થવાની અફવા પર ઇન્ડસ્ટ્રીના મિત્રોએ મદદ માટે હાથ લંબાવ્યો, ખુશ થઈને હોસ્ટે કહ્યું- 'જોઈને સારું લાગ્યું કે લોકો ખરેખર ચિંતા કરે છે'

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન આઇડલ હોસ્ટ, સિંગર અને એક્ટર આદિત્ય નારાયણે એક ઇન્ટરવ્યૂ દરમ્યાન તેના દેવાળિયા થવાની વાત કરી ત્યારબાદ લોકો શોક થઇ ગયા હતા. એક્ટરે કહ્યું હતું કે લોકડાઉન દરમ્યાન તેની બધી બચત પૂરી થઇ ગઈ અને હવે તેના બેન્ક અકાઉન્ટમાં માત્ર 18 હજાર રૂપિયા બચ્યા છે. ઇન્ડિયાના પોપ્યુલર હોસ્ટની આવી હાલત જોઈને બધા શોક થઇ ગયા. જોકે ભાસ્કર સાથેની વાતચીતમાં આદિત્ય અને તેના પિતા ઉદિતે તેને માત્ર મજાકના અંદાજમાં કહેલી વાત ગણાવી છે.

આદિત્યની પૈસા ન હોવાની વાત થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઈ અને ત્યારબાદ ઘણા લોકોએ મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ જોઈને આદિત્ય ઘણો ખુશ થયો છે.

ઉદિત નારાયણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આ સ્પષ્ટ કરી દીધું કે તેનો દીકરો દેવાળિયો નથી થયો. તેણે એક ઇન્ટરવ્યૂમાં બસ મજાકમાં આ વાત કહી હતી. હવે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં આદિત્યે ઇન્ડસ્ટ્રીમાંથી મળી રહેલી મદદની ઓફર પર પ્રતિક્રિયા આપી છે. આદિત્યે કહ્યું કે, 'હું શોક થઇ ગયો હતો જ્યારે ઘણા બધા લોકોએ સમાચાર સાંભળીને મને ફોન કર્યો હતો. મારે એ માનવું જ પડશે કે આ જોઈને હું ઘણો ભાવુક થઇ ગયો હતો કે ઇન્ડસ્ટ્રીના ઘણા મિત્રોએ મારા માટે મદદનો હાથ લંબાવ્યો. આનાથી આ સ્પષ્ટ થાય છે કે લોકોને ખરેખર મારી ચિંતા છે.'

આદિત્ય નારાયણ ટૂંક સમયમાં લગ્ન કરશે
આદિત્ય આ વાત સિવાય તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવાની વાતને લઈને પણ ચર્ચામાં છે. બંને એકબીજાને છેલ્લા 10 વર્ષથી ઓળખે છે અને બંનેએ ડેબ્યુ ફિલ્મ 'શાપિત'માં સાથે કામ કર્યું હતું. આદિત્ય આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરવાનો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો