તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

છેલ્લો ફોન કૉલ કરનાર મિત્ર મહેશ શેટ્ટીનો ખુલાસો:સુશાંતે ડિપ્રેશનની દવા બંધ કરી દીધી હતી, કહેતો હતો- હવે આની કોઈ જરૂર નથી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર 15 જૂનના રોજ મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા હતાં. જોકે, તેણે આત્મહત્યા કેમ કરી તેનું સાચું કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. 14 જૂનના રોજ સુશાંતે આત્મહત્યા કરતાં પહેલાં બે લોકોને ફોન કર્યાં હતાં. રિપોર્ટ્સ પ્રમાણે, મહેશ શેટ્ટી તથા રિયા ચક્રવર્તીને ફોન કરવામાં આવ્યા હતાં. જોકે, બંનેમાંથી કોઈએ પણ તેના ફોન રિસીવ કર્યાં નહોતાં.

સુશાંતના ડિપ્રેશન પર શેટ્ટીએ આ વાત કહી
હજી સુધી રિયાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે ‘પવિત્ર રિશ્તા’માં સુશાંતના કો-સ્ટાર રહેલાં મહેશ શેટ્ટીએ કહ્યું હતું કે એક્ટર તેના માટે ભાઈ સમાન હતો. આ ઘટના બાદ તે આઘાતમાં છે. મહેશ શેટ્ટીએ ફોન અંગે તો કોઈ વાત ના કરી પરંતુ સુશાંતના ડિપ્રેશન અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

સુશાંતે દવા લેવાનું બંધ કર્યું હતું
ઈન્ડિયા ફોરમના રિપોર્ટ પ્રમાણે, મહેશે કહ્યું હતું કે સુશાંતે થોડાં દિવસ પહેલાં ડિપ્રેશનની દવા લેવાનું બંધ કરી દીધું હતું. જ્યારે તેના નોકરે તેને આ અંગે વાત કરી તો તેણે સુશાંતને કારણ પૂછ્યું હતું. સુશાંતે જવાબમાં કહ્યું હતું કે હવે તેને ગોળીઓની જરૂર નથી. ચિંતાની કોઈ વાત નથી.

મીડિયાને અપીલ, પ્રાઈવસીનું સન્માન કરો
મહેશ શેટ્ટીની ટીમે સત્તાવાર નિવેદન જાહેર કરીને મીડિયાને વિનંતી કરી છે કે તેઓ સુશાંતને લઈ કોઈ સવાલ ના કરે. કારણ કે તેના માટે આ મુશ્કેલ સમય છે. સુશાંત સિંહ રાજપૂતના નિધનને કારણે બધા ઘેરા શોકમાં છે, તે જ રીતે મહેશ શેટ્ટી પણ છે. તેણે પોતાના ભાઈ તથા મિત્રને ગુમાવ્યો છે. તે હજી પણ આઘાતમાં છે અને તેઓ ભાંગી પડ્યાં છે. તેમની તરફથી મીડિયા તથા અન્ય લોકોને વિનંતી કરવામાં આવે છે કે મહેરબાની કરીને તેમને થોડી પ્રાઈવસી આપવામાં આવે અને જે ખોટ પડી તેમાંથી તેમને બહાર આવવા દો. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો