તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નથી રહ્યા વિવાદિત સ્વામી:બિગ બોસના કન્ટેસ્ટન્ટ રહેલા સ્વામી ઓમનું નિધન, 3 મહિના પહેલાં કોરોના થયો હતો, પછી અડધું શરીર પેરાલાઇઝ્ડ થઇ ગયું હતું

22 દિવસ પહેલા
 • કૉપી લિંક

બિગ બોસના સૌથી વિવાદિત કન્ટેસ્ટન્ટના રૂપમાં ફેમસ થયેલા સ્વામી ઓમનું નિધન થઇ ગયું છે. તે છેલ્લા અમુક મહિનાથી બીમાર હતા. તેને ત્રણ મહિના પહેલાં કોરોના થયો હતો. ત્યારબાદ એઇમ્સમાં સારવાર ચાલી રહી હતી. સમાચાર મુજબ તેમનું અડધું શરીર પેરાલાઇઝ્ડ થઇ ગયું હતું, તેને કારણે બુધવારે તેમનું મૃત્યુ થઇ ગયું. સ્વામી ઓમે બિગ બોસ 10માં ભાગ લીધો હતો.

15 દિવસથી સ્વાસ્થ્ય બગડતું ગયું
ઝી ન્યૂઝના સમાચાર મુજબ 63 વર્ષીય સ્વામી ઓમે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા. સ્વામીના મિત્ર મુકેશ જૈનના દીકરા અર્જુને આ ખબર આપી. અર્જુન અનુસાર તેમને થોડા દિવસ પહેલાં પેરાલિસિસનો અટેક આવ્યો હતો. કોરોના વાઇરસથી સાજા થયા બાદ તેમને હલન ચલન કરવામાં તકલીફ પડી રહી હતી.

છેલ્લા 15 દિવસથી તેમનું સ્વાસ્થ્ય સતત બગડતું જતું હતું અને બુધવારે સવારે તેમનું નિધન થઇ ગયું. સ્વામી ઓમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં નિગમ બોધ ઘાટમાં બપોરે થશે.

વિવાદિત રહી સ્વામીની લાઈફ
વિવાદિત સ્વયંભૂ બાબા સ્વામી ઓમની લાઈફ વિવાદોથી ભરપૂર હતી. 4 વર્ષ પહેલાં તેના ભાઈ દ્વારા ફાઈલ થયેલા એક કેસમાં તેને અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેના ભાઈએ તેના પર 9 વર્ષ પહેલાં દુકાનથી સાઇકલો અને અમુક ડોક્યુમેન્ટ ચોરવાનો આરોપ લગાવ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણી દરમ્યાન તેમણે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને તેના માટે દિલ્હી સીટ પસંદ કરી હતી.

તેમની બકવાસ વાતોથી સ્વામી ઓમે બિગ બોસમાં બધા ઘરવાળાને હેરાન કરી મૂક્યા હતા. છોકરીઓ માટે અપમાનજનક વાતો કરતા ઓમે બધી હદ પાર કરી દીધી હતી. હદ તો ત્યારે થઇ હતી જ્યારે એક ટાસ્ક દરમ્યાન સ્વામી ઓમે બાની જે પર પેશાબ ફેંક્યો હતો. તેના આ કામથી ઘરના બધા લોકો નારાજ થઇ ગયા હતા. ત્યારબાદ સલમાને તેને ફટકાર લગાવી ઘરની બહાર કાઢી નાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો