તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદમાં 'નૈતિક':નિશા રાવલ-કરન મેહરાના ડિવોર્સ ઝઘડામાં જાણો કયા સેલેબ્સે કોનો સપોર્ટ કર્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિશા રાવલે પતિ કરન પર એકસ્ટ્રા મેરિટલ તથા ડોમેસ્ટિક વાયોલન્સના આક્ષેપ કર્યા

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં નૈતિકનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર કરન મેહરા હાલમાં પત્નીને મારઝૂડ કરવાના કેસને કારણે વિવાદમાં છે. તેની પત્ની તથા એક્ટ્રેસ નિશા રાવલનો આક્ષેપ છે કે કરનનું એકસ્ટ્રા મેરિટલ અફેર છે અને તેને કારણે કરને તેને માર માર્યો હતો. પોલીસ ફરિયાદ બાદ કરનની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ નિશાએ પત્રકાર પરિષદમાં બંને વચ્ચે ઘણાં સમયથી અણબનાવ હોવાની વાત કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે કરને આ પહેલાં પણ ઘણીવાર તેની પર હાથ ઉઠાવ્યો છે. જોકે, હવે તેણે હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. આ વિવાદ સામે આવ્યા બાદ નિશા તથા કરનને સેલેબ્સે સપોર્ટ કર્યો છે.

કોણે નિશાનો સપોર્ટ કર્યો?
કાશ્મીરા શાહ

એક્ટ્રેસ કાશ્મીરા શાહે નિશા-કરનની ફેમિલી તસવીર શૅર કરીને કહ્યું હતું, 'આ મારા મિત્ર છે. આ લોકોને મેં ઘણો જ પ્રેમ ક્યો છે. જ્યારે એકને ઈજા થાય છે તો મને વિશ્વાસ છે કે બીજાને પણ દુઃખ થાય છે. હું આમાંથી કોઈ એકનો સાથ આપી શકતી નથી અને કોઈ પણ પરિવારને તૂટતા જોઈ શકું તેમ નથી. આથી જ હું આ બાળકની સાથે છું. હું તે બાળકની સાથે છું અને તેની માતાને તેની રક્ષા કરવામાં મદદ કરીશ. મને કવિશના પિતાની સાઈડ ખબર નથી, પરંતુ તે હંમેશાં કવિશના પિતા રહેશે અને આથી જ હું આ અંગે ન્યૂટ્રલ રહીશ. હું હંમેશાં નિશાની સાથે રહીશ અને મારે આ વાત સાબિત કરવાની જરૂર નથી. આ કેસમાં ગોસિપ કરતાં પહેલા પ્લીઝ એકવાર તે બાળક અંગે વિચારજો. હું ડોમેસ્ટિક વાયોલન્સની વિરુદ્ધમાં છું.

રોહિત વર્મા

પોપ્યુલર સેલિબ્રિટી ડિઝાઈનર રોહિત વર્માએ નિશાને સપોર્ટ કરતાં કહ્યું હતું, 'હું ચૂપચાપ ઘણાં વર્ષોથી આ બધું જોતો હતો. અંતે તેણે પોતાના બાળક તથા પોતાના માટે અવાજ ઉઠાવ્યો. મારી મિત્રને આવી સ્થિતિમાં જોવી ઘણું જ ખરાબ છે. અચાનક કોઈ વ્યક્તિ દાવન કેવી રીતે બની જાય છે. તેણે ઉપર ઉઠીને હિંમતથી લડાઈ લડવી પડશે. તેનું દર્દ, હેરેસમેન્ટ વ્યક્ત કરવાને લાયક નથી. હું તેની સાથે છું. અમે સાથે મળીને લડાઈ લડીશું.'

મનીષા ખટવાણી​​​​​​​

નિશાની મિત્ર તથા ટેરો કાર્ડ રીડર મનીષા ખટવાણીએ નિશાને માથામાં થયેલી ઈજાની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હવે મૌન તોડવાનો સમય આવી ગયો છે. જાગવાનો સમય આવી ગયો છે. કોઈ પણ પુસ્તકને તેના કવરને જોઈને જજ કરવું જોઈએ નહીં અને આ પુરાવો છે. એક એસ્ટ્રોલોજર તથા ટેરો કાર્ડ રીડર હોવાને કારણે મને ચૂપ રહેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ એક મિત્ર હોવાને નાતે હવે હું ચૂપ રહી શકતું નથી. નિશા હું તારી સાથે છું. હું તને વર્ષોથી ઓળખું છું પણ હું ચૂપ રહી છું. હવે નહીં. અમને બધાને ખબર છે કે આ કોણે કર્યું છે. કરનને સુરક્ષા મળશે નહીં. હું તને ઘણો જ પ્રેમ કરું છું.'

કરન મેહરાના સપોર્ટમાં આવ્યા આ સેલેબ્સ

રોહન મેહરાએ કહ્યું હતું કે તેને આ સમાચાર વાંચીને આંચકો લાગ્યો હતો. તેને આ અંગે કંઈ જ ખબર નથી. આ તેમની અંગત લાઈફ છે તો તેમને જ ખબર હશે કે તેમની વચ્ચે શું ખોટું થયું છે. વધુમાં રોહને કહ્યું હતું કે તે કરનને છેલ્લાં પાંચ-છ વર્ષથી ઓળખે છે. રિયલ લાઈફમાં તે ઘણો જ સારો વ્યક્તિ છે. સેટ પર તે હંમેશાં રિસ્પેક્ટફુલ રહેતો હતો. ત્યાં સુધી કે ટેક્નિશિયન સાથે પણ સારો વ્યવહાર કરતો હતો. તેને ક્યારેય ગુસ્સામાં જોયો નથી અને ક્યારેય ઊંચા અવાજે વાત કરતાં સાંભળ્યો નથી. 'બિગ બોસ'ના ઘરમાં પણ કરન હંમેશાં શાંત રહ્યો હતો. કરન ઓન સ્ક્રીન કેરેક્ટર નૈતિકની જેમ જ સારો પતિ તથા દીકરો છે. તે નિશાને પણ મળ્યો છે. કરન હંમેશાં પત્નીને માન આપતો હતો. નિશા પણ સારી વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં હિના-કરનના દીકરા નક્ષની ભૂમિકા રોહન મેહરાએ ભજવી હતી.

મનવીર ગુર્જર

'બિગ બોસ 10'નો વિનર મનવીર ગુર્જર પણ કરન મેહરાના સપોર્ટમાં આગળ આવ્યો છે. મનવીરે સો.મીડિયા યુઝરની વાતનું સમર્થન કરતાં કહ્યું હતું, 'હું 'બિગ બોસ 10'માં તેને મળ્યો છું અને મારા શબ્દો લખી રાખો કે તે ઘમો જ કેરિંગ તથા વિનમ્ર છે. કરન માટે આ મુશ્કેલ સમય છે. સ્ટ્રોંગ રહો.'