તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'અનુપમા'ના સ્ટાર્સ કેટલું ભણેલા છે?:જાણો, 'અનુપમા'થી લઈ 'કાવ્યા'- 'વનરાજ' સહિતના સ્ટાર્સનું એજ્યુકેશન ક્વૉલિફિકેશન

મુંબઈ10 દિવસ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • સિરિયલની સ્ટાર-કાસ્ટ કેટલું ભણેલી છે
  • 'અનુપમા'ના કલાકારોએ પોતાના ડ્રીમ કરિયર અંગે પણ વાત કરી હતી

એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પોપ્યુલર ટીવી શો 'અનુપમા'માં ઓછું ભણેલી હાઉસવાઈફનો રોલ પ્લે કર્યો છે. જોકે જે રીતે તે સિરિયલમાં દરેક મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કરે છે એનાથી દર્શકો ઘણા જ ઈમ્પ્રેસ છે. આ શો જ્યારથી શરૂ થયો ત્યારથી લઈ ઘણા મહિનાઓ સુધી TRPની યાદીમાં ટોચ પર હતો, જોકે કેટલાક સમયથી આ શો નંબર 2 કે નંબર 3 પણ હતો. જોકે ફરી એકવાર આ શો નંબર વન બની ગયો છે. સિરિયલમાં રૂપાલી ગાંગુલી ભલે ઓછું ભણેલી હોય, પરંતુ રિયલ લાઈફમાં એક્ટ્રેસ પાસે હોટલ મેનેજમેન્ટની ડીગ્રી છે. દિવ્ય ભાસ્કરે હાલમાં જ સિરિયલની સ્ટાર કાસ્ટ સાથે તેમના એજ્યુકેશન ક્વૉલિફિકેશન અંગે વાત કરી હતી. વાતચીતમાં કલાકારોએ પોતાના ડ્રીમ કરિયર અંગે પણ વાત કરી હતી.

તસનીમ શેખ
પાત્રઃ રાખી દવે
એજ્યુકેશન ક્વૉલિફિકેશનઃ સોફ્ટવેર એન્જિનિયર
ડ્રીમ કરિયરઃ ડૉક્ટર

હાલમાં જ કોરોનામાંથી રિકવર થયેલી તસનીમ શેખે કહ્યું હતું, 'જો હું એક્ટર ના હોત તો નેચરોપથી અથવા આયુર્વેદની ડૉક્ટર હોત. મારી દાદીમાને આ અંગે ઘણી જ માહિતી હતી. જો હું આ ફિલ્ડમાં ના હોત તો દાદીમાના નુસખાઓથી લોકોની મદદ કરત. જ્યારે મને કોરોના થયો ત્યારે મેં ઓછામાં ઓછી દવા અને આયુર્વેદનો વધુ ઉપયોગ કર્યો હતો. મેં સોફ્ટવેર એન્જિનિયરિંગ કરેલું છે. હું સાયન્સમાં આગળ વધવા માગતી હતી, પરંતુ પેરન્ટ્સ પાસે એટલા પૈસા નહોતા. જો હું સાયન્સમાં આગળ વધી હોત તો ડૉક્ટર જ બનત. જોકે મેં એન્જિનિયરિંગનો કોર્સ કર્યો, પરંતુ આ સબ્જેક્ટ મને વધારે ગમતો નહોતો અને તેથી જ એક્ટિંગમાં આગળ વધી.'

મદાલસા શર્મા
પાત્રઃ કાવ્યા શર્મા
એજ્યુકેશન ક્વૉલિફિકેશનઃ ગ્રેજ્યુએશન ઇન ઇંગ્લિશ લિટરેચર (B.A)
ડ્રીમ કરિયરઃ ડાન્સિંગ

મદાલસાએ કહ્યું હતું, 'હું નાનપણથી એક્ટિંગ અંગે ઘણી જ ઉત્સાહી હતી. મારા પપ્પા ડિરેક્ટર, રાઇટર તથા પ્રોડ્યુસર છે અને મારી માતા એક્ટ્રેસ છે. હું તેમને જોઈને જ મોટી થઈ છું. મારા માટે એક્ટિંગ ફિલ્ડ સિવાય અન્ય કોઈ કરિયર અંગે વિચારવાનો સમય જ નહોતો. જો હું એક્ટર ના હોત તો હું ડાન્સ ફિલ્ડમાં આગળ વધત. મને ડાન્સ કરવો ઘણો જ પસંદ છે.'

રૂષાદ રાણા
પાત્રઃ અનિરુદ્ધ ગાંધી
એજ્યુકેશન ક્વૉલિફિકેશનઃ બેચરલ ઓફ આર્ટ્સ ઇન ફિલોસોફી
ડ્રીમ કરિયરઃ ફોટોગ્રાફર

રૂષાદ રાણાએ જણાવ્યું હતું, 'મને ફોટોગ્રાફીનો ઘણો જ શોખ છે. કોલેજના દિવસોથી હું અલગ-અલગ પ્રકારની ફોટોગ્રાફી કરું છું. આટલું જ નહીં, હું આ ફોટોગ્રાફીમાં પ્રોફેશનલ કોર્સ કરવાનો હતો, પરંતુ નસીબે મને કેમેરાની પાછળ નહીં, પરંતુ આગળ લાવીને ઊભો કરી દીધો. મને મારો પહેલો શો 'હિપ હિપ હુર્રે' મળ્યો અને પછી એક્ટિંગની દુનિયામાં નીકળી પડ્યો.'

આશીષ મેહરોત્રા
પાત્રઃ પારિતોષ શાહ
એજ્યુકેશન ક્વૉલિફિકેશનઃ બેચલર ઇન બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન(ડ્રોપ આઉટ)
ડ્રીમ કરિયરઃ ડિરેક્ટર

આશિષે કહ્યું હતું, 'મને નાનપણથી એક્ટિંગમાં રસ હતો અને વિશ્વાસ હતો કે હું આ જ ફિલ્ડમાં આગળ વધીશ. જોકે એ વાતનો પણ અહેસાસ હતો કે આગળ જઈને એક્ટિંગ સિવાય પણ કંઈક તો કરવું જ પડશે. એક્ટિંગની સાથે સાથે મારે ડિરેક્શન પણ કરવું છે. મેં લગભગ 12 વર્ષ સુધી ડાન્સ કોરિયોગ્રાફ કર્યાં છે. આ સાથે જ મુંબઈમાં કેટલાંક નાટકો પણ ડિરેક્ટ કર્યાં છે. મને કેમેરાની ઘણી જ માહિતી છે અને મને વિશ્વાસ છે કે હું આમાં સારી રીતે કામ કરી શકું છું.'

પારસ કલનાવત
પાત્રઃ સમર શાહ
એજ્યુકેશન ક્વૉલિફિકેશનઃ કોમર્સ ગ્રેજ્યુએટ
ડ્રીમ કરિયરઃ પોલીસમેન

પારસે વાતચીતમાં જણાવ્યું હતું, 'જો હું એક્ટર ના હોત તો હું કોઈ સ્પેશિયલ સર્વિસમાં મારી કરિયર આગળ વધારત, પછી તે IPS કે IAS હોત. મારે પોલીસમાં જવું હતું. સાચું કહું તો મારે મારા દેશમાં કંઈક કરવું છે. હું હંમેશાં દેશમાં કંઈક પરિવર્તન લાવવાની જવાબદારી લેવા માગતો હતો અને આથી જ સ્પેશિયલ સર્વિસમાં જવાની ઈચ્છા હતી.'

નિધિ શાહ
પાત્રઃ કિંજલ શાહ
એજ્યુકેશન ક્વૉલિફિકેશનઃ B. Com
ડ્રીમ કરિયરઃ ફેશન ડિઝાઈનિંગ

નિધિએ કહ્યું હતું કે જો એક્ટર ના હોત તો ફેશન ઇન્ડસ્ટ્રીમાં જાત. ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મેં એક વર્ષનો ફેશન ડિઝાઈનિંગનો કોર્સ પણ કર્યો છે. હું ફિલ્ડમાં આગળ જવા માગતી હતી, પરંતુ આ દરમિયાન મને એક્ટિંગ ઑફર મળી ગઈ.'

સુધાંશુ પાંડે
પાત્રઃ વનરાજ શાહ
એજ્યુકેશન ક્વૉલિફિકેશનઃ ગ્રેજ્યુએટ
ડ્રીમ કરિયરઃ આર્મી ઓફિસર

સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું, 'હું આર્મી ઓફિસર બનવા માગતો હતો. મેં નૈનીતાલની આર્મી સ્કૂલમાં મારો અભ્યાસ પણ કર્યો છે. ગુડ લુક્સને કારણે મને અનેક મૉડલિંગ ઑફર્સ થઈ હતી. 19 વર્ષની ઉંમરથી મેં મોડલિંગ કરવાનું શરૂ કર્યું અને પછી ગ્લેમર વર્લ્ડનો હિસ્સો બની ગયો.'