'અલી બાબા : દાસ્તાન-એ- કાબુલના લીડ એક્ટર શિજાન ખાનની ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં ડિસેમ્બર 2022માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી શિજાન ખાન જેલમાં હતો. આખરે બે મહિના પછી તેને રાહત મળી. તમામ જામીન અરજીઓ નામંજૂર થયા બાદ હવે તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
શિજાન ખાનને 4 માર્ચ 2023ના રોજ મુંબઈની કોર્ટમાંથી જામીન મળ્યા હતા. શિજાનને 1 લાખ રૂપિયાના બોન્ડ પર છોડવામાં આવ્યો હતો. શિજાનની જામીન અરજી ઘણા સમયથી ફગાવાઈ રહી હતી. પરિવારથી લઈને વકીલ તેને બચાવવામાં લાગેલા હતા. જોકે હવે તેનો પરિવાર અને ચાહકો શિજાનને બહાર જોઈને ખુશ છે.
શિજાન પર તુનિષાની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તુનિષાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધ્યો હતો.
આ કારણે કરવામાં આવી હતી ધરપકડ
તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં શિજાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર તુનિષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. એક્ટ્રેસે 24 ડિસેમ્બર 2022ના રોજ 21 વર્ષની ઉંમરે 'અલી બાબા'ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. એ સમયે શિજાન પર પણ શંકા હતી, કારણ કે તુનિષાએ મરતાં પહેલાં જ શિજાન સાથે વાત કરી હતી. આ મામલો ભારે ગરમાયો હતો.
શિજાનની બહેન ફલક નાઝે તેના ભાઈના જામીન બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર 'અલહમદુલિલ્લાહ' લખ્યું છે. આ એ જ બહેન છે જે તુનિષાની ડેડબોડી જોઈને ભાંગી પડી હતી. તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તુનિષા સાથે ઘણી તસવીરો છે.
ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ હતી તુનિષા
20 વર્ષની તુનિષાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના વીર પુત્ર-મહારાણા પ્રતાપથી કરી હતી. તે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પુંછવાલા, શેર-એ-પંજાબ: મહારાણા રણજિત સિંહ, ઈન્ટરનેટ વાલા લવ અને ઈશ્ક શુભાન અલ્લાહ જેવી સિરિયલોમાં પણ જોવા મળી હતી.
સુસાઈડના થોડા કલાક પહેલાં શેર કરી હતી પોસ્ટ
તુનિષા શર્માએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં તેણે લખ્યું, 'જે લોકો પોતાના જુસ્સાથી આગળ વધે છે તેઓ અટકતા નથી.'
20 વર્ષની તુનિષા પાસે 15 કરોડની સંપત્તિ હતી
20 વર્ષની તુનિષાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના 'વીર પુત્ર-મહારાણા પ્રતાપ'થી કરી હતી. તે 'ચક્રવર્તી અશોક સમ્રાટ', 'ગબ્બર પુંછવાલા', 'શેર-એ-પંજાબ: મહારાણા રણજિત સિંહ', 'ઈન્ટરનેટ વાલા લવ' અને 'ઈશ્ક શુભાન અલ્લાહ' જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. તુનિષાએ કેટરીના કૈફની ફિલ્મ 'ફિતૂર'માં બાળપણની ભૂમિકા ભજવી છે. આ સિવાય તે 'અલીબાબા દાસ્તાને કાબુલ'માં રાજકુમારી મરિયમનો રોલ કરી રહી હતી.
આ સિવાય તુનિષાએ બાળકલાકાર તરીકે 'બાર બાર દેખો', 'કહાની-2', 'દબંગ-3' જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેણે નાની ઉંમરમાં ફિલ્મ તથા ટીવીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે 15 કરોડની સંપત્તિ છે, જેમાં મુંબઈના ભાયંદરમાં પોતાનો ફ્લેટ પણ સામેલ છે. હવે આ ફ્લેટ તુનિષાની માતા વનીતાને મળશે. તુનિષા પાસે લક્ઝુરિયસ કાર પણ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.