તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:ફિલ્મમેકર હંસલ મહેતાના પિતા દીપક સુબોધ મહેતાનું અવસાન, ડિરેક્ટરે પોસ્ટ શૅર કરીને માહિતી આપી

મુંબઈ22 દિવસ પહેલા

ફિલ્મમેકર હંસલ મહેતાના પિતા દીપક સુબોધ મહેતાનું અવસાન થયું છે. હંસલ મહેતાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. હંસલ મહેતાએ પિતા સાથેની તસવીર શૅર કરી હતી. આ સાથે જ તેમણે પિતા માટે હૃદયસ્પર્શી નોટ શૅર કરી હતી. તેમણે પિતાને દુનિયાના 'મોસ્ટ હેન્ડસમ મેન' કહ્યા હતા.

મેં વિચાર્યું હતું, મારા કરતાં વધુ જીવશે
ડિરેક્ટર હંસલ મહેતાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મેં હંમેશાં વિચાર્યું હતું કે તે મારા કરતાં વધુ જીવશે. જોકે, હું ખોટો હતો. પપ્પા, તમને પેલી બાજુ મળીશ. દુનિયાના સૌથી હેન્ડસમ વ્યક્તિ. સૌથી કોમળ તથા ઉદાર વ્યક્તિ, જેમને હું ક્યારેક મળ્યો હતો. તમારા બિન શરતી પ્રેમ માટે પપ્પા તમારો આભાર. મારા લીજેન્ડ, મારા હીરો.'

હંસલ મહેતાએ પિતાના અવસાનનં કારણ નથી જણાવ્યું
હંસલ મહેતાએ પોસ્ટમાં પિતાનું અવસાન કયા કારણોથી થયું, તે અંગે કોઈ વાત કરી નથી. આ પોસ્ટ પર ફરહાન અખ્તર, પૂજા ભટ્ટ સહિત ઘણાં સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી છે. ફરહાને કહ્યું હતું, 'સંવેદના.' પૂજાએ લખ્યું હતું, 'હંસલ મહેતા તમારા તથા પરિવાર માટે સંવેદના.' પ્રતીક ગાંધીએ કમેન્ટ કરી હતી, 'હાર્ટફેલ્ટ સંવેદના સર.' નિખિલ અડવાણી, રીમા કાગતી, અહાના કુમરા, અતુલ કસબેકર, વિશાલ દદલાની તથા ગુનીત મોંગા સહિતના સેલેબ્સે હંસલના પિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...