તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'મેરી હાનિકારક બીવી' ફેમ એક્ટ્રેસનું નિધન:ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ લીના આચાર્યનું અવસાન , કિડની ફેલ થયા બાદ દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા

7 મહિનો પહેલા

કિડની ફેલ થવાને કારણે ટીવી એક્ટ્રેસ લીના આચાર્યનું અવસાન થયું છે. શનિવારે દિલ્હીમાં તેણે અંતિમ શ્વાસ લીધા. સિરિયલ 'સેઠજી'મા તેના કો-એક્ટર રહેલા વરશિપ ખન્નાના જણાવ્યા પ્રમાણે, લીના લગભગ ડોઢ વર્ષથી કિડનીની બીમારીનો સામનો કરી રહી હતી. લીના ફિલ્મ 'હિચકી' ઉપરાંત વેબ શો 'ક્લાસ ઓફ 2020' અને ટીવી સિરિયલ 'સેઠજી', 'આપકે આ જાને સે' અને 'મેરી હાનિકારક બીવી' માટે જાણીતી હતી.

કો-એક્ટર રોહન મેહરાએ દુઃખ વ્યક્ત કર્યું
વેબ શો 'ક્લાસ ઓફ 2020'માં લીનાના કો-એક્ટર રહેલા રોહન મેહરાએ એક્ટ્રેસને યાદ કરતા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે. "તમારી આત્માને શાંતિ મળે લીના આચાર્ય મેમ. ગયા વર્ષે આ જ સમય હતો, જ્યારે આપણે ક્લાસ ઓફ 2020નું શૂટિંગ કરી રહ્યા હતા. તમે હમેશાં યાદ આવશો."

એક કિડની પર સર્વાઈવ કરી રહી હતી લીના
સિરિયલ સેઠજીમાં લીનાના કો-એક્ટર રહેલા વરશિપ ખન્નાએ એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીતમાં કહ્યું કે, એક્ટ્રેસ છેલ્લા ડોઢ વર્ષથી કિડનીની બીમારીનો સામનો કરી હતી. થોડા સમય પહેલા તેની માતાએ તેને કિડની ડોનેટ કરી હતી, પરંતુ તે સર્વાઈન ન કરી શકી.

વરશિપે આગળ જણાવ્યું કે, "હું જાણતો હતો કે તેણે 2015તી હેલ્થ પ્રોબ્લમ હતી. તે એક કિડની પર સર્વાઈવ કરી રહી હતી અને કામ કરતી હતી. છેલ્લા ચાર મહિનામાં તેને વિવિધ પ્રકારની બીમારીઓ થઈ અને તે બચી શકી નહીં. તે અનુભવી એક્ટ્રેસ હતી અને હંમેશાં યાદ આવશે."

એક મહિના પહેલા મૃત્યુને લગતી પોસ્ટ કરતી હતી
લીનાએ 3 નવેમ્બરના રોજ ઈન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ કરી હતી, જેમાં તે પિંક સાડી, જ્વેલરી અને મેકઅપમાં જોવા મળી રહી છે. આ પહેલા 21 ઓક્ટોબરના રોજ તેણે એક કોટ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, "હવે થોડા શ્વાસ જ બચ્યા છે જે ઉડાવીને લઈ જશે. અને તેનાથી વધારે મૃત્યુ શું લઈ જશે."

ત્યારબાદ 24 ઓક્ટોબરે પણ તેણે જિંદગી અને મૃત્યુ સંબંધિત એક કોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેને જોઈને લાગતું હતું કે લીનાને તેના મૃત્યુનો અહેસાસ ઘણા સમય પહેલા થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...