તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટરના મોતથી સ્તબ્ધ:સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક મોતનો આઘાત સહન ના થતાં યુવતી કોમામાં, ICUમાં દાખલ

મુંબઈ17 દિવસ પહેલા
  • યુવતી રાત્રે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી.

ટીવીનો લોકપ્રિય એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ માત્ર 40 વર્ષની ઉંમરમાં મૃત્યુ થતાં માત્ર ચાહકો જ નહીં સેલેબ્સને પણ ઘેરો આઘાત લાગ્યો છે. સિદ્ધાર્થનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. સિદ્ધાર્થની મહિલા ચાહક પોતાના ફેવરિટ એક્ટરના મોતના સમાચાર પચાવી શકી નહીં. તેની તબિયત એકદમ લથડી પડી હતી. તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે.

ડૉક્ટરે સો.મીડિયામાં ન્યૂઝ શૅર કર્યા
ડૉક્ટર જયેશ ઠાકરે સો.મીડિયામાં યુવતીની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના. ડૉક્ટર કહે છે કે તે પાર્શિયલ કોમામાં છે. વધુ પડતાં સ્ટ્રેસને કારણે તેની આંખો તથા શરીરના અંગો કામ કરતાં બંધ થઈ ગયા છે. તમામ ચાહકો તથા સપોર્ટર્સને શાંત રહેવાની સલાહ આપું છું. વધુ ના વિચારો. મનને બીજે વાળવા માટે અન્ય પ્રવૃત્તિ કરો. મને ખ્યાલ છે કે આ સરળ નથી, પરંતુ તમારે સિદ્ધાર્થને જવા દેવો પડશે. પ્રાર્થના.'

ડૉ. જયેશ ઠાકરે અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું, ''મિત્રો પોતાના પરિવાર તથા ફ્રેન્ડ્સ સાથે વાત કરો. એકલા ના રહો. સિડનાઝની એક ચાહકને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી છે, કારણ કે તે બાથરૂમમાં બેહોશ થઈ ગઈ હતી. મહેરબાની કરીને તમારું ધ્યાન રાખો. તે જલ્દીથી સાજી થઈ જાય.'

કવિતા કૌશિકે પણ અપીલ કરી
આ તસવીર વાઇરલ થયા બાદ કવિતા કૌશિકે કહ્યું હતું, 'ICUમાં કોમામાં રહેલી એક ચાહકની તસવીર જોઈ. સિદ્ધાર્થ તથા શેહનાઝના ચાહકો પ્લીઝ તમારું ધ્યાન રાખો. હું આગ્રહ કરું છું કે તમે તમારા પેરેન્ટ્સ તથા પરિવાર અંગે વિચારો. સિદ્ધાર્થ આ વાતથી ક્યારેય ખુશ નહીં થાય, તેને માન આપો અને પ્લીઝ સ્ટ્રોંગ બનો. આગળ વધવા માટે એકબીજાની મદદ કરો.'

2 સપ્ટેમ્બરે મૃત્યુ થયું
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લાને કૂપર હોસ્પિટલે 10.30 વાગે મૃત જાહેર કર્યો હતો. શરૂઆતમાં ડૉક્ટર્સે હાર્ટ અટેકથી મૃત્યુ થયું હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત સિદ્ધાર્થ શુક્લાને જ્યારે કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તો ડેથ બીફોર અરાઇવલ જાહેર કરવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું નથી. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ હવે તેના મોતનું સાચું કારણ ખબર પડશે.

વિકાસ ગુપ્તા, રશ્મિ દેસાઈ, આરતી સિંહ
વિકાસ ગુપ્તા, રશ્મિ દેસાઈ, આરતી સિંહ

3 સપ્ટેમ્બર અંતિમ સંસ્કાર થયા
સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર ત્રણ સપ્ટેમ્બરે બ્રહ્માકુમારી સમાજની વિધિથી કરવામાં આવ્યા હતા. સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં પરિવાર ઉપરાંત અર્જુન બિજલાની, અસિમ રિયાઝ, મીકા સિંહ, સિંગર દર્શન રાવલ, વિદ્યુત જામવાલ, રાખી સાવંત, માહિરા શર્મા, પારસ છાબરા, આરતી સિંહ, રશ્મિ દેસાઈ, સંભાવના સેઠ સહિતના સેલેબ્સ આવ્યા હતા.