સાચું કે ખોટું:રાહુલ વૈદ્ય-દિશા પરમારની વેડિંગ તસવીર જોઈ ચાહકો નવાઈમાં, ફોટો શૅર કરીને કહ્યું- 'નવી શરૂઆત'

મુંબઈએક વર્ષ પહેલા

સિંગર તથા 'બિગ બોસ 14'નો સ્પર્ધક રાહુલ વૈદ્ય તથા દિશા પરમારની કેટલીક તસવીરો સો.મીડિયામાં વાઈરલ થઈ છે. આ તસવીરમાં રાહુલ વરરાજા તથા દિશા દુલ્હન તરીકે જોવા મળ્યાં હતાં. હવે રાહુલ તથા દિશાએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી અને કહ્યું હતું કે નવી શરૂઆત. આ તસવીર જોઈને એમ લાગે છે કે બંનેએ લગ્ન કરી લીધા છે. જોકે, આ બંનેનો ગેટઅપ મ્યૂઝિક વીડિયો માટે હતો.

રાહુલ-દિશાની તસવીર પર ચાહકોને નવાઈ લાગે
રાહુલ તથા દિશાની આ તસવીરો જોઈને ચાહકોને ઘણી જ નવાઈ લાગી હતી. એ ચાહકે કહ્યું હતું કે લગ્ન થઈ ગયા? તો અન્ય એકે કહ્યું હતું કે લગ્ન કરી લીધા? થોડાં સમય પહેલાં રાહુલે એક ઈન્ટરવ્યૂમાં તે પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરશે.

રાહુલ હંમેશાં પરિવારનું ધ્યાન રાખે તેવી યુવતી ઈચ્છતો હતો
રાહુલે કહ્યું હતું, 'હું ફેમિલી ઓરિએન્ટેડ યુવક છું. મારા માટે પરિવાર બહુ જ મહત્ત્વનો છે અને હું ઈચ્છું છું કે હું તેમની સાથે આખું જીવન રહું. કેટલાંક લોકો કરિયર માઈન્ડેડ હોય છે, પરંતુ હું પૂરી રીતે ફેમિલી મેન છું. આ સાથે જ હું એવી યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો, જેને પરિવાર પસંદ હોય. દિશાની સૌથી સારી વાત એ છે કે તેને પણ પરિવાર પસંદ છે. તે કોઈ પ્રોજેક્ટ ત્યારે જ સાઈન કરે છે, જ્યારે તેને પોતાને સન્માનિત હોવાનું ફીલ થાય. આ સાથે જ તે કોઈ વાતને વધુ પડતી ખેંચતી નથી. તે બહુ જ ઈઝી ગોઈંગ યુવતી છે, જેની સાથે તમે બહુ જ કમ્ફર્ટેબલ ફીલ કરો છો. અમારો સ્વભાવ એક જેવો છે.'

રાહુલે નેશનલ ટીવી પર પ્રેમ વ્યક્ત કર્યો હતો
રાહુલ જ્યારે 'બિગ બોસ 14'માં હતો ત્યારે બંને ચર્ચામાં આવ્યા હતા. રાહુલે નેશનલ ટીવી પર દિશા પ્રત્યે પ્રેમ હોવાની વાત કરી હતી. શો બાદ પણ બંને અવારનવાર સ્પોટ થતાં હોય છે.