તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૉકડાઉનનો માર:છેલ્લા બે વર્ષથી ટીવી એક્ટરને કામ ના મળ્યું, અંતે રસ્તા પર માછલી વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે

કોલકાતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરિંદમના પિતા શાકભાજી વેચવાનું કામ કરતા હતા

કોરોનાવાઈરસની બીજી લહેરની અસર એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર ખરાબ રીતે પડી છે. છેલ્લાં દોઢ વર્ષથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં અનેક કલાકારો બેકાર બન્યા છે અને તેઓ બીજું કામ કરવા લાગ્યા છે. હાલમાં જ બંગાળના જાણીતા ટીવી એક્ટર અરિંદમ પ્રામાણિકે એક્ટિંગ છોડીને રસ્તા વચ્ચે માછલી વેચવી પડે તેવી સ્થિતિ આવી ગઈ છે.

પિતા શાકભાજી વેચતા હતા
અરિંદમે કહ્યું હતું કે તેના પિતા પહેલાં બંગાળના બર્દવાન જિલ્લામાં શાકભાજી વેચવાનું કામ કરતા હતા. જોકે, તેણે પહેલેથી જ નક્કી કર્યું હતું કે તે એક્ટર બનશે. જ્યારે તેણે એક્ટિંગ કરિયર શરૂ કરી ત્યારથી તેના પિતાએ શાકભાજી વેચવાનું બંધ કરી દીધું હતું. જોકે, આજે કારોનાને કારણે તેણે અભિનય છોડીને માછલી વેચીને પરિવારનું ગુજરાન ચલાવવું પડે છે.

રસ્તા પર બેસીને માછલી વેચવી સરળ નહોતી
અરિંદમે અનેક જાણીતી સિરિયલમાં કામ કરીને અલગ ઓળખ બનાવી છે. જોકે, તે હવે બર્દવાન જિલ્લાના મેમારી સ્ટેશન માર્કેટમાં માછલી વેચવાનું કામ કરે છે. રસ્તાના કિનારે બેસીને માછલી વેચવી તેના માટે સરળ નથી, પરંતુ તેની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. છેલ્લા બે વર્ષથી તેની પાસે એક પણ ટીવી પ્રોજેક્ટ નથી. અંતે, અરિંદમે એક્ટિંગ છોડીને પોતાના વતન પાછા ફરવાનું નક્કી કર્યું હતું. વતનમાં આવીને અરિંદમે માછલી વેચવાનું શરૂ કર્યું હતું.

11મા ધોરણથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી
અરિંદમ જ્યારે 11મા ધોરણમાં હતો ત્યારે નાટ્યકાર તથા ડિરેક્ટર ચંદન સેનના નાટકથી એક્ટિંગની શરૂઆત કરી હતી. પછી તે કોલકાતા ગયો હતો અને અહીંયા બંગાળી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2011માં બંગાળી મેગા સિરિયલ 'સુબર્ણલતા'થી અરિંદમ ઘેરઘેર જાણીતો બન્યો હતો. અરિંદમે પછી ઘણી સિરિયલમાં કામ કર્યું હતું.

ટીવી એક્ટર શ્રીકાંતા માછલી વેચતા જોવા મળ્યો હતો
ટીવી એક્ટર શ્રીકાંતા માછલી વેચતા જોવા મળ્યો હતો

અન્ય એક એક્ટર પણ માછલી વેચવા મજબૂર બન્યો
બંગાળી ઇન્ડસ્ટ્રીમાં અન્ય એક એક્ટર શ્રીકાંતાએ ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. તે પણ લોકલ માર્કેટમાં માછલી વેચવા માટે મજબૂર બન્યો હતો. આ સમાચાર જ્યારે બહાર આવ્યા ત્યારે ઇન્ડસ્ટ્રીના અનેક લોકોએ તેની મદદ કરી હતી. બંગાળી સીનિયર એક્ટર શંકર ઘોષાલની સ્થિતિ પણ ઘણી જ દયનીય છે. 'મહાપીઠ તારાપીઠ'ના શંકરના કો-સ્ટાર સબ્યાસાચી ચૌધરીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને મદદ માગી હતી.

અન્ય સમાચારો પણ છે...