દિવ્યાંકા ત્રિપાઠીનો જડબાતોડ જવાબ:યુઝરે પૂછ્યું, તમે 'ક્રાઈમ પેટ્રોલ'માં કેમ દુપટ્ટો ઓઢતા નથી, એક્ટ્રેસે કહ્યું- 'મારૂં શરીર, મારી આબરુ, મારી મરજી'

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસમાંથી એક છે. થોડાં દિવસ પહેલાં દિવ્યાંકાએ 'ક્રાઈમ પેટ્રોલ' શો હોસ્ટ કર્યો હતો. હાલમાં દિવ્યાંકા રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11'ના શૂટિંગ માટે સાઉથ આફ્રિકામાં છે. દિવ્યાંકા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. તે ટ્રોલર્સને ઘણાં જ કૂલ અંદાજમાં જવાબ આપતી હોય છે. હાલમાં જ એક યુઝરે દિવ્યાંકાને તેના કપડાંને કારણે ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો તો એક્ટ્રેસે જડબાતોડ જવાબ આપ્યો હતો.

ઘનશ્યામ નામના એક યુઝરે દિવ્યાંકાને ટૅગ કરીને સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, 'ક્રાઈમ પેટ્રોલ'ના એપિસોડમાં તમે દુપટ્ટો કેમ ઓઢતા નથી.' આ સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'કારણ કે તમારા જેવા દુપટ્ટા વગરની યુવતીઓને પણ માનથી જોવાની આદત પાડે. પ્લીઝ પોતાની તથા આસપાસના છોકરાઓની નિયત સુધારો, નહીં કે સ્ત્રીઓના કપડાં અંગે અભિયાન ચલાવવું. મારું શરીર, મારી આબરુ, મારી મરજી. તમારી શરાફત, તમારી મરજી.'

એક યુઝરે દિવ્યાંકાની પોસ્ટ પર સવાલ ઊભો કર્યો
અન્ય એક યુઝરે દિવ્યાંકાની પોસ્ટ પર સવાલ કર્યો અને પૂછ્યું કે, 'અરે મેડમજી ઘનશ્યામજીની બેન્ડ બજાવી દીધી. સીધો નિયત પર જ સવાલ કરી દીધો. તે તમારો ફૅન પણ હોય. તમે તેને દુપટ્ટામાં સારા લાગતા હો.'

દિવ્યાંકા અહીંયા થોડી શાંત પડી હતી અને જવાબ આપ્યો હતો, 'જી શક્ય છે. જો તે ફૅન છે તો તેના પ્રેમને સલામ, પરંતુ મહિલાઓના કપડાં અંગે સવાલ કરવાની આદત જૂની થઈ ગઈ છે. આપણે અભિનય, વિજ્ઞાન, ઈતિહાસ, ભૂગોળ અનેક વિષય પર ચર્ચા કરી શકીએ છીએ. દુપટ્ટો અત્યંત તુચ્છ વિષય છે.'

ઉલ્લેખનીય છે કે દિવ્યાંકા 'યે હૈ મોહબ્બતે' સિરિયલથી 'ઈશિમા' તરીકે લોકપ્રિય થઈ હતી. હાલમાં દિવ્યાંકા ડિરેક્ટર રોહિત શેટ્ટીના શો 'ખતરો કે ખિલાડી 11'ના શૂટિંગ માટે સાઉથ આફ્રિકા, કેપટાઉનમાં છે. કેપટાઉનથી એક્ટ્રેસ સો.મીડિયામાં તસવીરો શૅર કરતી રહેતી હોય છે.

કેપટાઉનમાં 'ખતરો કે ખિલાડી 11'ના સ્પર્ધકો સાથે દિવ્યાંકા
કેપટાઉનમાં 'ખતરો કે ખિલાડી 11'ના સ્પર્ધકો સાથે દિવ્યાંકા

ઈન્ડસ્ટ્રીમાં ખરાબ અનુભવ થયો
થોડાં દિવસ પહેલાં એક્ટ્રેસે કરિયરના શરૂઆતના દિવસોને યાદ કરીને કહ્યું હતું કે તે પણ ઈન્ડસ્ટ્રીમાં અનેક ખરાબ અનુભવોનો શિકાર બની ચૂકી છે. તમામ પુરુષો એક જેવા હોતા નથી. જોકે, તેની સાથે કેટલાંક ખરાબ અનુભવો થયા છે. કેટલાંક પુરુષો ના સાંભળવા તૈયાર હોતા નથી. તેઓ ખોટી પ્રપોઝલ આપે છે અને અભદ્ર ટિપ્પણી કરે છે. તેમ છતાંય તે પોતાનું સન્માન કરવામાં આવે તેમ ઈચ્છે છે. જો તમે તેનો વિરોધ કરો અથવા તો માન ના આપો તો તે તમારું નામ ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. તે આ બધું પોતાના ઈગો પર લઈ લે છે. તે તમારી ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. તેણે આ બધું સહન કર્યું છે. જોકે, તે પોતાની જાત અંગે નિશ્ચિત હતી. તે આવા દબાણો સામે ઝૂકી નહીં. કેટલાંક લોકોએ તેની પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે તેમને સફળ થવા દીધા નહીં. તે સાવચેતીથી પોતાની વાત રજૂ કરતી અને કહેતી કે તેની નાનો અર્થ ના જ છે.