તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Television
  • Ex Contestants Siddharth Shukla, Hina Khan And Gauhar Khan Seen In The New Promo Of Bigg Boss 14, Shares How Was Their Journey In Bigg Boss House

બિગ બોસ 14:નવા પ્રોમોમાં એક્સ કંટેસ્ટંટ્સ સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન અને હિના ખાન દેખાયાં, ત્રણેયે બિગ બોસના ઘરમાં પોતાની સફર જણાવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીવીના સૌથી પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 14ની શરૂઆતને આશરે 13 દિવસો બાકી છે. શોનું ગ્રાન્ડ પ્રીમિયર 3 ઓક્ટોબરથી થવાનું છે, જેમાં હોસ્ટ સલમાન ખાન ઘરના દરેક સભ્યનો પરિચય કરાવશે. આ દરમિયાન ચેનલે શોના ત્રણ પ્રોમો જાહેર કર્યા છે, જેમાં લાસ્ટ સીઝનનાં એક્સ કંટેસ્ટંટ્સ સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન અને હિના ખાન છે.

પ્રથમ પ્રોમોમાં સિદ્ધાર્થ શુક્લા છે. વિડિયોમાં તેણે પોતાની બિગ બોસની જર્ની કહી. કેપ્શનમાં લખ્યું છે કે જેવી રીતે સિદ્ધાર્થે બિગ બોગનો શો પાર કર્યો, તેવી રીતે આ વર્ષે ગેમમાં કોણ ટક્કર આપશે.

બીજા પ્રોમોમાં સીઝન 7ની વિજેતા ગૌહર ખાન પણ દેખાઈ રહી છે. વિડિયોમાં એક્ટ્રેસ એક વિશાળ ચેસ બોર્ડમાં છે. તેણે કહ્યું હતું કે જિંદગીની રમત હોય કે બિગ બોસ, મેં હંમેશાં સત્યનો જ સાથ આપ્યો છે. 2020ના લોકડાઉનમાંથી પસાર થયા પછી લાગે છે કે દરેક પરીક્ષાઓ હારી જશે, પણ હવે આ ઘરમાં કોઈ તકલીફ સરળ નથી, કારણ કે એક અજાણ્યું તોફાન આવવાનું છે.

ત્રીજા પ્રોમોમાં ટીવીની સૌથી મોંધી એક્ટ્રેસ હિના ખાન છે. પ્રોમોમાં તેને શેર હિના ખાન નામ આપ્યું છે. સીઝન 11ની વિનર ભલે શિલ્પા શિંદે બની હોય પણ હિનાએ ટ્રોફી ના જીતીને પણ ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં.

શુક્રવારે સલમાન ખાને પણ શોનો એક સ્પેશિયલ પ્રોમો શૂટ કર્યો છે જેને ટૂંક સમયમાં ચેનલ રિલીઝ કરશે. શોમાં ભાગ લેતા દરેક કંટેસ્ટંટ્સને ટૂંક સમયમાં ક્વોરન્ટીન કરવામાં આવશે. સલમાન ખાનનો નવો પ્રોમો પણ ક્વોરન્ટીન થીમ પર આધારિત છે. શોને 3 ઓક્ટોબરથી શરુ કરવામાં આવશે જેનું શૂટિંગ 1 ઓક્ટોબરથી શરુ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો