તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીવી ક્વીનને ઝટકો:એકતા કપૂરે બાલાજી ટેલિફિલ્મ્સ પાસેથી પગાર વધારો માગ્યો, કંપનીએ ચોખ્ખી ના પાડી દીધી

મુંબઈ12 દિવસ પહેલા
  • એકતા કપૂરની કંપની છેલ્લાં 7 વર્ષથી ખોટ કરી રહી છે.

ટીવી ક્વીન એકતા કપૂરને હાલમાં મોટો ઝટકા લાગ્યો છે. બાલાજી ટેલિફિલ્મ્સની જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર એકતા કપૂરે કંપની પાસેથી પોતાની તથા મમ્મી શોભા કપૂરની સેલરી વધારવાની માગણી કરી હતી. જોકે, શેર હોલ્ડર્સે આ માગણી ઠુકરાવી દીધી હતી. એકતા કપૂરની મમ્મી શોભા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સની મેનેજિંગ ડિરેક્ટર છે. કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગમાં સેલરી વધારવાની માગમઈ કરી હતી. આ મિટિંગ 31 ઓગસ્ટ, 2021ના રોજ યોજાઈ હતી.

એકતા વિરુદ્ધ 55.4% મત
'બ્લૂમબર્ગ ક્વિન્ટ'ના અહેવાલ પ્રમાણે, જનરલ મિટિંગનું પરિણામ 2 સપ્ટેમ્બરના રોજ આવ્યું હતું, જેમાં એકતા કપૂરના પગાર વધારાના પ્રસ્તાવમાં જે વોટિંગ થયું, તેમાં 55.4% વોટ એકતાના તથા 56.7% મત શોભા કપૂરના વિરોધમાં હતા.

શોભા કપૂરનો પગાર 2.69 કરોડ રૂપિયા
'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે શોભા કપૂરને 2021માં 2.1 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો હતો. આ કંપનીના સામાન્ય કર્મચારીની તુલનામાં 59.7 ગણી વધારે હતી. 2022માં શોભા કપૂરનો પગાર અંદાજે 2.69 કરોડ રૂપિયા છે.

એકતા કપૂરનો પગાર મમ્મીની બરોબર
ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર એડવાઇઝરી સર્વિસના અમિત ટંડને કહ્યું હતું કે એકતા કપૂરનો બોર્ડ મિટિંગમાં હાજરી આપવાનો ટ્રેડ રેકોર્ડ ઘણો જ ખરાબ રહ્યો છે. નાણાકીય વર્ષ 2021માં તે 50% બોર્ડ મિટિંગ્સમાં હાજર રહી નહોતી. છેલ્લાં ત્રણ વર્ષમાં 75% બોર્ડ મિટિંગમાં હાજર રહી છે. એકતા કપૂરને નાણાકીય વર્ષ 2021માં પગાર મળ્યો નહોતો. જ્યારે 2022માં તેનો પગાર 2.69 કરોડ રૂપિયા છે.

એકતાએ કર્મચારીઓ માટે પગાર નહોતો લીધો
એકતા કપૂર તથા તેના પરિવારે 1994માં બાલાજી ટેલિફિલ્મ્સની સ્થાપના કરી હતી. રિપોર્ટ પ્રમાણે, છેલ્લાં 7 વર્ષથી કંપની ખોટમાં ચાલે છે. કોરોનાને કારણે નુકસાન વધી ગયું છે. એકતા કપૂરે ગયા વર્ષે 2.5 કરોડનો પગાર જતો કર્યો હતો. તેણે આ રકમ કંપનીના કર્મચારીઓને કોરોનામાં નાણાકીય મદદરૂપ કરવા માટે પગાર લીધો નહોતો.