ગુડ ન્યૂઝ / એકતા કપૂરે ‘કસૌટી જિંદગી કી 2’ની ટીમને શૂટિંગ શરૂ કરવાનું કહ્યું, 20 જૂનથી પાર્થ તથા એરિકા શૂટિંગ શરૂ કરશે

X

કિરણ જૈન

Jun 16, 2020, 06:20 PM IST

મુંબઈ. પાર્થ સમથાન તથા એરિકા ફર્નાન્ડિઝના ચાહકો માટે સારા સમાચાર છે. સૂત્રોના મતે, એકતા કપૂરે પોતાના શો ‘કસૌટી જિંદગી કી 2’નું શૂટિંગ શરૂ કરવાની માહિતી ટીમને આપી છે. આવતા મહિનાની શરૂઆતમાં ચાહકો આ સિરિયલના નવા એપિસોડ જોઈ શકશે.

શો સાથે જોડાયેલા સૂત્રોના મતે, જ્યારથી મહારાષ્ટ્ર સરકારે શૂટિંગની પરવાનગી આપી છે, પ્રોડ્યૂસર્સ પોતાની ટીમ સાથે શૂટિંગ કેવી રીતે શરૂ કરવામાં આવે તેની ચર્ચા કરી રહ્યાં છે. ટીમે 20 જૂનથી સિરિયલનું શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 

સૌથી પહેલાં પ્રોમો શૂટ થશે
વધુમાં, ‘પાર્થ થોડાં દિવસ પહેલાં જ હૈદરાબાદ પોતાના મિત્રને મળવા ગયો હતો. ટીમે તેને મુંબઈ આવવા માટે કહ્યું છે. મુંબઈ આવીને પાર્થ થોડો સમય ક્વૉરન્ટીન રહેશે, ત્યારબાદ જ તે શૂટિંગ પર આવી શકશે. આ વાતને ધ્યાન રાખીને શૂટિંગ શિડ્યૂઅલ બનાવવામાં આવ્યું છે. સૌથી પહેલાં ટીમ એક કમબેક પ્રોમો શૂટ કરશે, જેમાં એરિકા તથા પાર્થ જોવા મળશે.’

એરિકા શૂટિંગ માટે તૈયાર નહોતી
કોરોનાવાઈરસના કહેર વચ્ચે એરિકા આ માહોલમાં શૂટિંગ કરવા માટે તૈયાર નહોતી. જોકે, ટીમે તેને આશ્વાસન આપ્યું છે કે સેટ પર દરેક સમયે સાવધાની રાખવામાં આવશે. 

એકતાએ ફીમાં ઘટાડો નથી કર્યો
લૉકડાઉનને કારણે કેટલાંક પ્રોડ્યૂસર્સે પોતાના શોના કલાકારોની ફી ઓછી કરવાનું નક્કી કર્યું છે પરંતુ એકતાએ આમ કર્યું નથી. એકતાએ પોતાની ટીમને વિશ્વાસ અપાવ્યો છે કે તેમના પૈસા ઓછા કરવામાં આવશે નહીં અને સમય પર પગાર મળતો રહેશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી