બિગ બોસ 14:શોનો સૌથી દમદાર કન્ટેસ્ટન્ટ એજાઝ ખાન ટૂંક સમયમાં બિગ બોસ હાઉસ છોડશે, વર્ક કમિટમેન્ટ્સને કારણે વોલન્ટરી એક્ઝિટ લેશે

એક વર્ષ પહેલા

બિગ બોસ 14ને 100 દિવસથી વધુ થઇ ગયા છે. શોમાં સૌથી દમદાર કન્ટેસ્ટન્ટ ગણાતા એજાઝ ખાન ટૂંક સમયમાં શોની બહાર જશે. જોકે આનું કારણ એજાઝના વર્ક કમિટમેન્ટ્સ છે. શોમાં એજાઝનો ગુસ્સો અને પવિત્રા પુનિયા સાથેની તેની લવ સ્ટોરી સૌથી વધુ ચર્ચામાં રહી.

પિન્કવીલાના સમાચાર મુજબ જ્યારથી બિગ બોસનો ટાઈમ વધ્યો છે, ત્યારથી તે શેડ્યુઅલ એજાઝના બીજા પ્રોજેક્ટ્સની ડેટ્સ સાથે ક્લેશ થઇ રહ્યું છે. એજાઝ લોકોને રાહ જોવડાવી અને તેના કામમાં ડિસ્ટર્બન્સ પસંદ નથી કરતા. કોરોનાને કારણે ક્રૂ પાસે કામ ન હતું, તે ટાઈમ પર હાજર રહીને તેમની મદદ કરવા ઈચ્છે છે. આ જ કારણે તેણે પોતાના બીજા શોના શેડ્યુઅલ માટે વોલન્ટરી એક્ઝિટ લેવાનો નિર્ણય લીધો.

શોમાં થશે ડોલ ટાસ્ક
જોકે રિપોર્ટ્સ અનુસાર તો શોમાં ડોલ ટાસ્ક હશે, જેમાં રૂબીના આ ટાસ્કમાં એજાઝની ડોલને સિલેક્ટ કરે છે, ત્યારબાદ બિગ બોસ પૂછે છે કે ટાસ્ક કેન્સલ થવા માટે જવાબદાર કોણ છે, તો રૂબીના એજાઝનું નામ લે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દેવોલિના ભટ્ટાચાર્જી શોમાં એજાઝને બદલે સિક્રેટ રૂમમાં એન્ટ્રી લેશે. જ્યારે એજાઝ બે-ત્રણ અઠવાડિયામાં શૂટિંગ પૂરું કરીને પાછા આવશે.