ખિલાડી કુમાર ભાવુક:'રક્ષાબંધન'ના પ્રમોશન દરમિયાન અક્ષય કુમાર બહેન અલકાને યાદ કરીને રડવા લાગ્યો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર હાલમાં ફિલ્મ 'રક્ષાબંધન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષય કુમાર પોતાની ઓન સ્ક્રીન ચાર બહેનો સાથે 'સુપરસ્ટાર સિંગર 2'માં આવ્યો હતો. અહીંયા અક્ષય કુમાર ઘણો જ ભાવુક થઈ ગયો હતો અને રડવા લાગ્યો હતો.

અક્ષય કુમાર ભાવુક થયો
શોમાં અક્ષય કુમાર પોતાની ચાર બહેનો સાથે આવ્યો હતો. શોમાં સ્પર્ધક 'ફૂલો કા તારો કા સબકા..' ગીત ગાતો હોય છે. આ દરમિયાન સ્ક્રીન પર અક્ષય તથા તેની બહેન અલકાની તસવીરો બતાવવામાં આવ્યા છે. ગીત તથા તસવીરો જોઈને અક્ષય એકદમ ભાવુક થઈ જાય છે અને તેની આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગે છે.

બહેનને દેવી કહે છે
અક્ષય કુમાર પછી કહે છે કે તે પોતાની બહેનને 'દેવી' કહે છે. તેઓ પહેલાં એક નાના ઘરમાં રહેતા હતા, પરંતુ દેવીના જન્મ બાદ તેમનું જીવન આખું બદલાઈ ગયું હતું. બહેનના સંબંધો ઘણાં જ ખાસ હોય છે.

ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે
'રક્ષાબંધન'ને ડિરેક્ટર આનંદ એલ રાયે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સહઝમીન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખાતીબ તથા સ્મૃતિ શ્રીકાંતે અક્કીની ચાર બહેનનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ છે. ફિલ્મની વાર્તા હિમાંશુ શર્મા તથા કનિકા ધિલ્લોને લખી છે. ભાઈ-બહેનના સંબંધો પર આધારિત આ ફિલ્મના ગીતો હિમેશ રેશમિયા ગાયા છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ જ દિવસે આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' પણ રિલીઝ થશે.