ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી:NCBની પૂછપરછમાં આર્યન ખાન સતત રડતો રહ્યો, અબ્બુજાન શાહરુખ સાથે 2 મિનિટ વાત કરી

મુંબઈ2 મહિનો પહેલા
  • આર્યન ખાને 20 વર્ષની ઉંમરથી ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું
  • ભારત સહિત વિવિધ દેશોમાં ડ્રગ્સ લીધું છે

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં ઝડપાયો હતો અને ત્રીજી ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તે એકદમ ભાંગી પડ્યો હતો. આટલું જ નહીં તે સતત રડતો હતો.

શાહરુખ સાથે વાત કરી
NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહરુખે દીકરા સાથે ફોન પર વાત કરી હતી. આર્યનની ધરપકડ બાદ કાયદાકીય પ્રક્રિયા હેઠળ NCBએ પોતાના લેન્ડલાઇન ફોનથી આર્યનની અબ્બુ (શાહરુખ) સાથે વાત કરાવી હતી. શાહરુખે બે મિનિટ વાત કરી હતી.

દેશની બહાર પણ ડ્રગ્સ લીધું
NCBની પૂછપરછમાં આર્યન 20 વર્ષની ઉંમરથી ડ્રગ્સ લઈ રહ્યો છે. હાલમાં આર્યન 24 વર્ષનો છે. આર્યને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ઇંગ્લેન્ડ, દુબઈ સહિત અન્ય દેશોમાં પણ ડ્રગ્સ લીધું છે. આર્યન ક્રૂઝ પર મિત્ર અરબાઝ મર્ચન્ટ સાથે આવ્યો હતો. બંને વચ્ચે છેલ્લાં 15 વર્ષથી મિત્રતા છે. આર્યન ફિલ્મમેકિંગ સાથે જોડાયેલો છે.

ડ્રગ્સ પાર્ટીમાંથી આટલી વસ્તુઓ મળી
NCBને ટિપને આધારે આરોપીઓ પાસેથી 13 ગ્રામ કોકેન, 5 ગ્રામ MD, 21 ગ્રામ ચરસ, એક્સ્ટસીની 22 ગોળીઓ તથા 1.33 લાખ રૂપિયા રોકડા મળ્યા છે.

આર્યને લેખિત નિવેદન આપ્યું
આર્યન ખાને પોતાની ધરપકડ અંગે લેખિત નિવેદન આપ્યું હતું, 'મને મારી ધરપકડના કારણોની ખબર છે અને મારા પરિવારને આ અંગેની માહિતી આપવામાં આવી છે.'

આર્યન ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં હતો
NCBના મતે, આર્યન તથા અરબાઝ ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં હતા અને આ વાત તપાસ દરમિયાન સામે આવી છે.

આર્યને ચોખવટ કરી હતી
આર્યને કહ્યું હતું કે તે ક્રૂઝ પર ગેસ્ટ તરીકે ગયો હતો. તેણે ટિકિટના કોઈ પૈસા ખર્ચ કર્યા નથી. તેના નામ પર પાર્ટીમાં અન્ય લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા.