ડ્રામા ક્વીનનું રિએક્શન:આલિયા-રણબીરના લગ્ન પર રાખી સાવંતે કહ્યું, 'હું આલિયાની બેગમાં બેસીને દહેજમાં જઈશ'

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ લગ્નને કારણે ચર્ચામાં છે. બંને 17 એપ્રિલે લગ્ન કરવાના છે. હાલમાં જ રાખી સાવંતે આ લગ્ન અંગે કમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે તે આલિયાની સાથે બેગમાં બેસીને દહેજ તરીકે સાથે જશે.

રાખી દહેજ તરીકે રણબીરના ઘરે જશે
રાખીએ કહ્યું હતું, 'આલિયા માટે આ વર્ષ કેટલું સારું છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી' તથા 'RRR' સુપરહિટ ગઈ અને હવે તે લગ્ન કરવાની છે. તે હોલિવૂડમાં પણ કામ કરવાની છે. હું દહેજમાં રણબીરના ઘરે જઈશ. હું આલિયાની બેગમાં બેસી જઈશ.'

17 એપ્રિલે લગ્ન
આલિયાના કાકા રોબિન ભટ્ટે કહ્યું હતું કે કપલના વેડિંગ ફંક્શન 14 એપ્રિલના રોજ શરૂ થશે. લગ્ન RK હાઉસમાં યોજાશે. 3-4 દિવસ સેરેમની ચાલશે. 17 એપ્રિલે પંજાબી વિધિથી લગ્ન કરશે.

ગેસ્ટ લિસ્ટ
રણબીર-આલિયાના આ ગ્રાન્ડ વેડિંગમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક જાણીતા સેલેબ્સ આવશે. લગ્નમાં સંજય લીલા ભણસાલી, કરન જોહર, ઝોયા અખ્તર, વરુણ ધવન, ડિઝાઇનર મસાબા ગુપ્તા, દીપિકા પાદુકોણ, અયાન મુખર્જી સામેલ થશે. શાહરુખ ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, અનુષ્કા રંજન પણ આવશે.