તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી 2020:વીડિયો કોલિંગથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા સુધી, જાણો તમારા ગમતા સ્ટાર્સ કઈ રીતે દિવાળી મનાવી રહ્યા છે

5 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
 • કૉપી લિંક

આ વર્ષે દિવાળીનો તહેવાર ગયા વર્ષ કરતા ઘણો અલગ થવાનો છે. કોરોનાકાળમાં જ્યાં અમુક લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને દિવાળી સેલિબ્રેટ કરશે તો અમુક કામ બંધ હોવાના કારણે પરિવાર સાથે જ રહેશે. કોરોના વાઇરસ મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે ઘણા પોપ્યુલર ટીવી એક્ટર્સે તેમના દિવાળી પ્લાનમાં ફેરફાર કર્યો છે. જાણો તમારા ગમતા સ્ટાર્સ કઈ રીતે દિવાળી મનાવી રહ્યા છે:

અર્જુન બિજલાની: મારા હિસાબે તો બધાએ આ વર્ષે પરિવાર સાથે દિવાળી કોઈ ઘોંઘાટ કે દેકારા સાથે મનાવી જોઈએ નહીં. આપણે એ સમજવાની જરૂર છે કે માત્ર એટલા માટે કે હવે બધું પહેલાંની જેમ ખુલી ગયું છે તેનો અર્થ એમ નથી કે કોરોના નથી. હકીકતમાં આ એક વિપરીત સત્ય છે. કારણકે લોકો ઘણા બહાર નીકળી રહ્યા છે, કોરોનાનું સંક્રમણ થવાની સંભાવના હકીકતમાં વધારે છે. આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણે આપણા પરિવારને સુરક્ષિત રાખીએ. હું આ વર્ષે ઘરે રહીને આ તહેવાર સેલિબ્રેટ કરીશ.

શશાંક વ્યાસ: આ વર્ષે, દિવાળીની ઉજવણી દર વર્ષની સરખામણીએ થોડી અલગ હશે. દર વર્ષે અમે મિત્રો સાથે પાર્ટી કરીએ છીએ અને તે અમારી જગ્યાએ આવતા હતા પણ કોરોનાને કારણે બધું બદલી ગયું છે. આ વર્ષે હું મારા પિતાજી સાથે દિવાળી મનાવીશ. મહેમાન નહીં આવે, અમે પણ ક્યાંય નહીં જઈએ કારણકે એક દિવસનો આનંદ ઘણા લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આ વર્ષે પરિવાર સાથે સમય પસાર કરવાનો સૌથી સારો ઉપાય આ જ હશે કે દિવાળી મનાવો.

સુચેતા ત્રિવેદી: છેલ્લા થોડા દિવસથી હું સતત શૂટિંગ કરી રહી છું માટે હું દિવાળીની રજા લઈશ અને મારા પતિ સાથે તહેવાર મનાવીશ. મારો શો ઇન્ડિયા વાલી માં સારો ચાલી રહ્યો છે. હું તેને લઈને ઘણી ખુશ છું. હું તહેવારમાં બધી વિધિનું પાલન કરીશ અને આ વર્ષ મારા માટે ઘણું લકી સાબિત થયું છે તેના માટે ભગવાનનો ખાસ આભાર માનીશ. આ વર્ષે કોરોનાનો એક મોટો ડર છે અને હું એ સુનિશ્ચિત કરીશ કે વધુ બહાર ન જાઉં અથવા બજારમાં ન ફરું.

અનિરુદ્ધ દવે: આ વખતે હું મારા ઘરે જયપુર જઈ શકું એમ નથી કારણકે હું મારા ટીવી શોનું શૂટિંગ કરી રહ્યો છું. મારી પત્ની પણ પ્રેગ્નન્ટ છે માટે તે પણ ટ્રાવેલ નહીં કરી શકે. મને જયપુરની લાઇટિંગ અને વિવિધ જાતનું જમવાનું બધું યાદ આવશે. તે ક્યાંય નથી. ગયા વર્ષે મેં મારા માતાપિતા સાથે સેલિબ્રેશન કર્યું હતું. પરંતુ આ વખતે હું નથી જઈ શક્યો અને હું તેમને કોરોના કાળમાં કોઈપણ પ્રકારનું રિસ્ક નહીં લેવા દઉં. હું બધાને સલાહ આપું છું કે આ કોરોનાની સ્થિતિને હળવાશથી ન લો અને ઘર પર જ રહો. હું ઘરે જ મીણબત્તી અને દીવો પ્રગટાવીશ.

યેશા રુઘાની: અત્યાર સુધી હું દરેક દિવાળી મારા ઘરે ગુજરાતમાં મનાવતી હતી પણ આ વખતે આવું નહીં થાય. કોરોનાને ધ્યાનમાં રાખીને મેં ટ્રાવેલ ન કરવાનો નિર્ણય લીધો છે. હું કોઈપણ પ્રકારનું જોખમ લેવા નથી ઈચ્છતી. હું મુંબઈમાં મારી બહેન સાથે સેલિબ્રેશન કરીશ. અમે એક રંગોળી બનાવીશું, ઘર સજાવીશું અને ઘર પર એક સારો ડિનર પણ પ્લાન કરશું.

પારસ છાબરા: હું ખાસ કરીને ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી 3-4 દિવસ દિવાળી મનાવું છું. ઘરને સજાવીએ છીએ અને મારી માતા સાથે અમે લક્ષ્મી પૂજા કરીએ છીએ. આ વર્ષે પણ આવું જ થવાનું છે. અમે બધા ઘરવાળાના આશીર્વાદ લઈશું અને ઉજવણી કરશું. બધાને મળીએ અને નમસ્કાર કરીએ. જોકે હું ક્યારેય ફટાકડા નથી ફોડતો. હું બધાને સુરક્ષિત રહેવાનો અનુરોધ કરીશ અને સાથે જ નિવેદન કરીશ કે ફટાકડા ન ફોડે કારણકે આનાથી પ્રાણીઓ હેરાન થાય છે.

માહિરા શર્મા: બાળપણથી દિવાળીનો તહેવાર મારા દિલની સૌથી નજીક છે. આ એકમાત્ર એવો સમય છે જ્યારે આખો પરિવાર એકસાથે હોય છે જોકે આ વર્ષે હું શૂટિંગમાં વ્યસ્ત છું અને માટે આ તહેવાર કદાચ સેટ પર જ મનાવીશ.

આ સિવાય, મને દિવાળી દરમ્યાન ફટાકડા ફોડવામાં વિશ્વાસ નથી આના બદલે હું ઘરને ઘણા બધા દિવા, રંગીન રોશનીથી સજાવું છું. બધાને પ્રદુષણ અને કોરોના જેવી મોટી સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. હું બધાને પરિવાર અને પ્રિયજન સાથે દિવાળી મનાવવાનો આગ્રહ કરું છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો