તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચા:દિવ્યાંકા ત્રિપાઠીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીનો રોલ ઠુકરાવી દીધો હતો?

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિશા વાકાણી છેલ્લાં 3 વર્ષથી શોમાં જોવા મળી નથી
  • ચાહકો આતુરતાથી દયાભાભીના પાત્રની રાહ જોઈ રહ્યાં છે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 13-13 વર્ષોથી દર્શકોને હસાવતી આવી રહી છે. જોકે, છેલ્લાં ત્રણેક વર્ષથી શોનું લીડ કેરેક્ટર દયાભાભી શોમાં જોવા મળતા નથી. આ ત્રણ વર્ષમાં અનેકવાર ચર્ચા થઈ હતી કે દયાભાભી એટલે કે દિશા વાકાણી આવે છે. એકવાર તો દિશા વાકાણી જોવા પણ મળી હતી. જોકે, આજ સુધી દિશા વાકાણી શો સાથે જોડાઈ નથી. હવે ચર્ચા છે કે 'યે હૈ મહોબ્બતે' ફૅમ દિવ્યાંકા ત્રિપાઠીને દયાભાભીનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો છે?
વેબ પોર્ટલ કોઇમોઇના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિશા વાકાણી શોમાં પરત ફરશે નહીં, તેમ માનીને મેકર્સે દિવ્યાંકા ત્રિપાઠીને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દયાભાભીનું પાત્ર ઓફર કર્યું હતું. જોકે, દિવ્યાંકાએ આ ઓફર ઠુકરાવી દીધી હતી. આ ઉપરાંત દિવ્યાંકાએ 'ક્યા હુઆ તેરા વાદા', 'આજ કી હાઉસવાઇફ હૈ...સબ જાનતી હૈ', 'પુનર્વિવાહ', 'કુછ તો લોગ કહેંગે' જેવી સિરિયલની ઓફર ઠુકરાવી છે.

'ખતરો કે ખિલાડી 11'માં દિવ્યાંકા ટોપ 5માં આવી છે
'ખતરો કે ખિલાડી 11'માં દિવ્યાંકા ટોપ 5માં આવી છે

હાલમાં દિવ્યાંકાએ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11'માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તે શોના શૂટિંગ માટ કેપટાઉન, સાઉથ આફ્રિકા ગઈ હતી. દિવ્યાંકાએ છેલ્લે 'ક્રાઈમ પેટ્રોલ' શો હોસ્ટ કર્યો હતો.

દિશા વાકાણી અંગે અસિત મોદીએ આ વાત કહી
ઉલ્લેખનીય છે કે અસિત મોદીને જ્યારે દયાભાભી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, 'મને એવું લાગે છે કે હવે તો હું જ દયાબેન બની જાઉં. આ સવાલ છેલ્લાં ઘણાં વર્ષોથી પૂછવામાં આવે છે કે તે ક્યારે પરત આવશે. અમે હજી પણ તેમની રાહ જોઈ રહ્યાં છે. જો તે શો છોડવાની વાત કરે તો અમે નવા દયાબેન લાવીશું. જોકે, હાલમાં દયાબેન પરત આવશે કે નહીં, પોપટલાલના લગ્ન થશે કે નહીં તે વાત મહત્ત્વની નથી. વાસ્તવમાં આ રોગચાળામાં અન્ય બીજા પ્રશ્નો વધારે મહત્ત્વના છે. આ તમામ બાબતોમાં રાહ જોઈ શકાય તેમ છે.

ઓક્ટોબર, 2019માં દિશા વાકાણી માત્ર એક એપિસોડમાં જોવા મળી હતી. આ એપિસોડમાં તેણે વીડિયો કૉલ પર જેઠાલાલ (દિલીપ જોષી) સાથે વાત કરી હતી
ઓક્ટોબર, 2019માં દિશા વાકાણી માત્ર એક એપિસોડમાં જોવા મળી હતી. આ એપિસોડમાં તેણે વીડિયો કૉલ પર જેઠાલાલ (દિલીપ જોષી) સાથે વાત કરી હતી

દિશાએ 2017માં દીકરીને જન્મ આપ્યો
દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. હવે તેની દીકરી 3 વર્ષની થઈ ગઈ છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો.