તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:અમદાવાદના પેટ્રોલપંપે ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીની કારમાં ભેળસેળવાળું ડીઝલ નાખ્યું, છ કલાક સુધી ઉગ્ર દલીલો કરી

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 જુલાઈના રોજ દિવ્યાંકાની પાંચમી વેડિંગ એનિવર્સરી હતી.
  • એનિવર્સરી પર દિવ્યાંકા-વિવેકે રોડ ટ્રિપ પર જવાનું નક્કી કર્યું હતું.

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી તથા વિવેક દહિયા પાંચમી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે રોડ ટ્રિપ પર ગયા છે. હોમટાઉન ચંદીગઢ જતા પહેલાં બંને ગુજરાત, રાજસ્થાન તથા દિલ્હી જવાના છે. જોકે, હાલમાં જ તેઓ અમદાવાદમાં એક પેટ્રોલપંપ પર ફસાઈ ગયા હતા. તેઓ છ કલાક સુધી અહીંયા રોકાયા હતા. એક ઇન્ટરવ્યૂમાં દિવ્યાંકા-વિવેકે કહ્યું હતું કે તેઓ અમદાવાદના એક પેટ્રોલપંપ પર ફસાઈ ગયા હતા, કારણ કે તેમને ભેળસેળવાળું ડીઝલ આપવામાં આવ્યું હતું. વિવેકે એમ પણ કહ્યું હતું કે તેઓ સોમવાર, 12 જુલાઈના રોજ ઉદયપુર જવાના હતા, પરંતુ બનાવટી ડીઝલને કારણે તેમની કાર ખરાબ થઈ ગઈ હતી.

અક્ષરધામ મંદિરમાં દિવ્યાંકા-વિવેક
અક્ષરધામ મંદિરમાં દિવ્યાંકા-વિવેક

દિવ્યાંકા-વિવેક છ કલાક સુધી પેટ્રોલ પંપ પર ફસાયેલા રહ્યાં
દિવ્યાંકાએ કહ્યું હતું, 'અમે અંદાજે છ કલાક સુધી પેટ્રોલપંપ પર ફસાયેલા રહ્યાં હતાં, કારણ કે પેટ્રોલ પંપના એક કર્મચારી સાથે અમારી ઉગ્ર દલીલો થઈ હતી. જોકે, અમારા આશ્ચર્યની વચ્ચે સ્થાનિક લોકો તથા ચાહકો અમારા સપોર્ટમાં આવ્યા હતા અને તેઓ અમારી પડખે ઊભા રહ્યાં હતાં. હું આ પેટ્રોલપંપના માલિક વિરુદ્ધ લીગલ એક્શન લેવાનું વિચારી રહી હતી. જોકે, પછી મારે વારંવાર અહીંયા આવવું પડશે. આથી અમે આ કેસમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે વિચારીએ છીએ.'

વડોદરમાં વિવેક
વડોદરમાં વિવેક

ચાહકોનો આભાર માન્યો
વધુમાં દિવ્યાંકાએ કહ્યું હતું કે તેમની રોડ ટ્રિપની શરૂઆત સારી થઈ હતી, પરંતુ વચ્ચે નાનકડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જોકે, જે રીતે ચાહકોએ તેમને સપોર્ટ કર્યો તે જોઈને તેને નવાઈ લાગી છે. તે ચાહકો તથા સ્થાનિક લોકોના પ્રેમ તથા સપોર્ટને કારણે ધન્યતા અનુભવે છે. હાલમાં આ બંને ઉદયપુરમાં છે.

ઉદયપુરમાં દિવ્યાંક
ઉદયપુરમાં દિવ્યાંક

કેપટાઉનથી પરત આવી
દિવ્યાંકાએ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11'નું શૂટિંગ કર્યું હતું. દિવ્યાંકા ટોપ ફાઇવમાં સામેલ થઈ છે.

કેપટાઉનમાં 'ખતરો કે ખિલાડી'ના અન્ય સ્પર્ધકો સાથે દિવ્યાંકા
કેપટાઉનમાં 'ખતરો કે ખિલાડી'ના અન્ય સ્પર્ધકો સાથે દિવ્યાંકા

2016માં લગ્ન કર્યા
દિવ્યાંકા તથા વિવેક ટીવી સિરિયલ 'યે હૈ મહોબ્બતે'ના સેટ પર એકબીજાને મળ્યા હતા. આ સિરિયલમાં દિવ્યાંકા લીડ એક્ટ્રેસ હતી અને તેણે ઈશિતા ભલ્લાનું પાત્ર ભજવ્યું હતું. સિરિયલમાં વિવેક પોલીસના રોલમાં હતો. બંનેએ 2016માં 16 જાન્યુઆરીએ સગાઈ કરી હતી. 8 જુલાઈ, 2016માં બંનેએ ભોપાલમાં લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ દિવ્યાંકા તથા વિવેક
લગ્ન બાદ દિવ્યાંકા તથા વિવેક