તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંઘર્ષ વિશે વાત કરી:દિલીપ જોશીએ કહ્યું- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા એક-દોઢ વર્ષ સુધી મારી પાસે કોઈ કામ નહોતું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલીપે જોશીએ જણાવ્યું કે, એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી એક 'અસુરક્ષિત' પ્રોફેશન છે
  • કહ્યું કે, મારા સંઘર્ષનો અંત ત્યારે આવ્યો જ્યારે મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનો રોલ ઓફર થયો

લાંબા સમયથી ચાલી રહેલા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ ચંપકલાલ ગડાની ભૂમિકામાં જોવા મળતા દિલીપ જોશીએ શોની ઓફર આવતા પહેલા તેમની કરિયરમાં 1થી 1.5 વર્ષ સુધી કામ ન મળવાની વાત જણાવી. એક ફેન ક્લબ દ્વારા ઓનલાઈન શેર કરવામાં આવેલા એક થ્રોબેક વીડિયોમાં, તેમણે જણાવ્યું કે, તેમની પાસે એક વર્ષથી વધારે સમય સુધી કોઈ કામ નહોતું, કેમ કે જે સિરિયલમાં તેમને એક્ટિંગ કરી હતી તે ઓફ એર થઈ ગયો હતો અને જે પ્લેમાં તેમણે કામ કર્યું હતું, તે પણ બંધ થઈ ગયો હતો. 2008માં પ્રીમિયર થયેલો આ શો હવે લગભગ 13 વર્ષથી ટીવી પર આવી રહ્યો છે. આ શો મુંબઈમાં ગોકુલધામ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના લોકોના જીવનની આસપાસ ફરે છે.

અસિત મોદી શો દ્વારા 'પોઝિટિવિટી' લાવવા માગતા હતા
ઓનલાઈન શેર કરવામાં આવે એક વીડિયોમાં, દિલીપ જોશીએ જણાવ્યું કે, કેવી રીતે નિર્માતા અસિત મોદી તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ અને ચંપકલાલના રોલની વચ્ચે એક ઓપ્શન આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સાસ-વહુના કન્ટેન્ટની વચ્ચે તેમનું લક્ષ્ય નાના પડડા પર થોડી 'પોઝિટિવિટી' લાવવાનું છે.

દિલીપે પોતાના સ્ટ્રગલ વિશે વાત કરી
દિલીપને જ્યારે સ્ટ્રગલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જવાબમાં તેમણે કહ્યું કે, એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી એક 'અસુરક્ષિત' પ્રોફેશન છે. દિલીપ જણાવે છે કે, તેમાં એવું નથી કે જો તમારો કોઈ એક રોલ હિટ થઈ ગયો તો એવું નથી કે તમને આખી જીંદગી કામ મળશે. જેમ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મને મળ્યો, તેના 1-1.5 વર્ષ પહેલા સુધી મારી પાસે કોઈ કામ નહોતું.

એક સમય એવો હતો જ્યારે દિલીપની પાસે કોઈ કામ નહોતું
દિલીપ આગળ જણાવે છે કે, જે સિરિયલ હતી તે બંધ થઈ ગઈ હતી. પ્લે પણ બંધ થઈ ગયો હતો. ત્યારે મારી પાસે કોઈ કામ નહોતું. એ સમય ઘણું સ્ટ્રગલ હતું. સમજી નહોતો શકતો કે હવે હું શું કરીશ, આ ઉંમરમાં હવે કઈ લાઈન પકડવી. દિલીપે કહ્યું કે, મારા સંઘર્ષનો અંત ત્યારે આવ્યો જ્યારે મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનો રોલ ઓફર થયો.