આભાર / દીપિકા સિંહની માતા કોરોનાથી સાજા થઇ ઘરે પરત ફર્યા, ટીવી એક્ટ્રેસે કેજરીવાલ સરકારનો આભાર માન્યો

X

દિવ્ય ભાસ્કર

Jun 25, 2020, 07:46 PM IST

ટીવી એક્ટ્રેસ દીપિકા સિંહની માતાને કોરોનાથી રિકવર થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જોકે, હજુ તેના દાદી કોરોના સામે જંગ લડી રહ્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી.

દીપિકાએ આ વાતની જાણકારી તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપતા તેની માતા અને દાદી સાથેનો ફોટો શેર કરી લખ્યું કે, તાત્કાલિક મદદ અને મારી માતાના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવા બદલ તમારા બધાનો આભાર. તેઓ ઘરે આવી ગયા છે અને સુરક્ષિત છે. મદદ કરનાર દરેક લોકોનો હું આભાર માનું છે. દિલથી આભાર.

દીપિકાએ આગળ લખ્યું કે, હવે બસ મને દાદીની સાજા થવાની રાહ છે જે પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં તેમની સારવાર લઇ રહ્યા છે. કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરજો.

દીપિકાએ આ સાથે કેજરીવાલ સરકારનો આભાર માનતા લખ્યું કે, થેંક્યુ પૂરતું નથી પરંતુ મારી પાસે આનાથી વધુ કોઈ શબ્દો નથી. તમારા બધાની આભારી છું.

12 જૂને મદદ માગી હતી 
દિયા ઔર બાતી હમ અને કવચ 2 જેવી સિરિયલમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ દીપિકા સિંહ ગોયલે 12 જૂને સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે માતાની કોરોના પોઝિટિવ હોવાની વાત કરી હતી. સાથે જ એવું જણાવ્યું કે તે મુંબઈમાં છે અને તેની માતા દિલ્હીમાં છે જેના માટે તે ઘણી ચિંતિત છે. તેણે એક વીડિયો મેસેજ પોસ્ટ કરીને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મદદ માગી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી