તાઉ-તે વાવાઝોડાએ બેથી ત્રણ દિવસ સુધી ગુજરાત, મહારાષ્ટ્ર તથા ગોવામાં કોહરામ મચાવ્યો હતો. તાઉ-તેને કારણે આ રાજ્યોના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. આ દરમિયાન 'દિયા ઔર બાતી હમ' ફૅમ દીપિકા સિંહે વરસતા વરસાદ વચ્ચે ફોટોસેશન કરાવ્યું હતું. આ દરમિયાન એક તૂટેલું ઝાડ પણ ત્યાં પડ્યું હતું. દીપિકાએ ફોટોસેશનની તસવીરો તથા વીડિયો સો.મીડિયામાં શૅર કર્યા તો યુઝર્સે તેને ટ્રોલ કરી હહતી. એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું કે આને કહેવાય આફતમાં અવસર.
જોકે, ટીકા થયા બાદ દીપિકાએ કહ્યું હતું કે આ પોસ્ટનો અર્થ એવો નથી કે તે અસંવેદનશીલ છે. જે ઝાડ પડી ગયું તે તેણે જાતે વાવ્યું હતું.
કાર પર જે ઝાડ પડ્યું, તે મેં વર્ષો પહેલાં વાવ્યું હતું
ટીકા થયા બાદ એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું, 'હું એક ફ્લેટમાં રહું છું. મારો ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. જે ઝાડ પડ્યું, તે અમે વર્ષો પહેલાં વાવ્યું હતું. દુર્ભાગ્યથી વાવાઝોડામાં તે પડી ગયું. તે અમારી કાર પર પડ્યું હતું. આથી હું અને મારો પતિ રોહિત કાર પરથી ઝાડને હટાવવા માટે બહાર આવ્યા હતા. આ દરમિયાન મારા પતિએ કેટલીક તસવીરો ક્લિક કરી હતી. તે સારા ફોટોગ્રાફર છે અને અવાર-નવાર આ રીતે ફોટો ક્લિક કરે છે.'
હું કોઈને આવું કરવાનું કહીશ નહીં
દીપિકાએ કહ્યું હતું, 'વાવાઝોડું ઘણું જ ભયાવહ હતું અને તેને સતત ડર લાગ્યો હતો. તેનો ઉદ્દેશ તેનાથી શક્ય બને તેટલાં વધુ વૃક્ષો વાવવાનો છે. તે ક્યારેય હકારાત્મકતા ફેલાવવામાં પછળ હટશે નહીં. તેને કોઈ જ અફસોસ નથી. તે ચાહકોને વિનંતી કરે છે કે વરસાદમાં કોઈએ ઘરની બહાર આવવું નહીં. તે પાંચ મિનિટ માટે એટલા માટે બહાર આવી હતી કે ઝાડ તેની કાર પર પડ્યું હતું.'
વાવાઝોડાએ મારા ઘરને પણ નુકસાન પહોંચાડ્યું હતું
વધુમાં દીપિકાએ કહ્યું હતું કે વાવાઝોડાને કારણે તેના ઘરને પણ નુકસાન પહોંચ્યું છે. તે આખો દિવસ ટેન્શનમાં રહી હતી. વરસાદને કારણે તેના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. જોકે, તેણે આ અંગેનો વીડિયો કે તસવીર શૅર કરી નહીં, કારણ કે સો.મીડિયામાં બહુ બધી નેગેટિવિટી છે.'
એક્ટ્રેસે છેલ્લે કહ્યું હતું કે વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા લોકો માટે તેના મનમાં દુઃખ છે. તૂટેલા ઝાડ આગળ પોઝ આપ્યો એનો અર્થ એવો નથી કે તે અસંવેદનશીલ બની ગઈ. તે આવું કરવા માટે કોઈને પ્રોત્સાહન આપશે નહીં.
છેલ્લે 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' જોવા મળી હતી
2014માં દીપિકાએ રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યાં હતાં. રોહિત તે સમયે 'દિયા ઔર બાતી હમ'ને ડિરેક્ટ કરતો હતો. દીપિકા આ સિરિયલમાં સંધ્યા બિંદણીના રોલમાં હતાૃી. મે, 2017માં દીપિકાએ દીકરા સોહમને જન્મ આપ્યો હતો. દીપિકા 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ', 'તુ સૂરજ મૈં સાંજ પિયાજી', 'કવચ'માં જોવા મળી હતી. હાલમાં તે 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.