તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસપ્રદ:દીપિકા ચિખલિયાએ કહ્યું, ‘રામાયણ’ના એક સીનના શૂટિંગ દરમિયાન ઝાડ પર મોટો સાપ લટકતો હતો

મુંબઈ10 મહિનો પહેલા

ટીવી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં સીતાનો રોલ પ્લે કર્યો હતો. હાલમાં જ દીપિકાએ સિરિયલના શૂટિંગને લઈ રસપ્રદ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ શૂટ કરતાં હતાં ત્યારે ઝાડ પર સાપ લટકતો હતો.

સોશિયલ મીડિયામાં વાત શૅર કરી
દીપિકાએ સોશિયલ મીડિયામાં સિરિયલની બે તસવીર શૅર કરી છે. આ તસવીરમાં રામ (અરૂણ ગોવિલ), સીતા તથા લક્ષ્મણ (સુનીલ લહરી) ઝાડની નીચે બેઠા હોય છે. દીપિકાએ કહ્યું હતું, આ સીન પાછળ એક વાર્તા છે, જે હું તમારી સાથે શૅર કરું છું. અમે શૂટિંગમાં વ્યસ્ત હતાં. અમે અમારી લાઈન શીખતા હતાં... તે દિવસ પણ અન્ય દિવસની જેમ સામાન્ય જ હતો. સીન જેવો પૂરો થયો ત્યારે કેમેરા મેન અજીત નાયક (સિનેમેટોગ્રાફર) તરત જ અમારી પાસે આવ્યા અને બોલ્યા કે જલ્દીથી આ જગ્યા ખાલી કરો અને ઝાડ નીચે કોઈ ઊભા રહેશો નહીં. અમને ત્રણેય એક્ટરને નવાઈ લાગી હતી કે કેમ આટલી ઉતાવળ કરાવે છે. તેમણે ટેક્નિશિયન્સને પણ તરત જ આ જગ્યા ખાલી કરવાનું કહ્યું. સાગરસાહેબને નવાઈ લાગી હતી કે આ બધું આખરે થઈ શું રહ્યું છે. ત્યારબાદ અજીત નાયકે ઝાડ પર રહેલાં મોટા સાપ તરફ આંગળી ચિંધી હતી અને ત્યારબાદ અમે બધા દોડીને જતા રહ્યાં હતાં. આ શો સાથે બહુ બધી યાદો જોડાયેલી છે.’

ઉલ્લેખનીય છે કે રામાનંદ સાગરનો આ શો ઓરિજિનલી 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયો હતો. કોરોનાવાઈરસને કારણે દેશ લૉકડાઉન કરવામાં આવ્યો ત્યારે દૂરદર્શન પર આ સિરિયલ બીજીવાર પ્રસારિત કરવામાં આવી હતી. દૂરદર્શન પર આ સિરિયલ દર્શકોને ઘણી જ પસંદ આવી હતી. હાલમાં આ સિરિયલ સ્ટાર પ્લસ પર આવી રહી છે. 

દીપિકા અવાર-નવાર સિરિયલ ને અંગત જીવનની વાતો શૅર કરે છે
દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. તેમણે હાલમાં જ પોતાના લગ્નની તથા નાનપણની તસવીરો શૅર કરી હતી. આ ઉપરાંત સિરિયલની તસવીરો પણ શૅર કરતાં રહે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો