DCWના ચીફને સાજિદ ખાનનો વિરોધ કરવો ભારે પડ્યો:કહ્યું- પત્ર લખ્યા બાદથી જ રેપની ધમકી મળી, પોલીસ આરોપીઓને સજા કરે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હી મહિલા આયોગના ચીફ સ્વાતિ માલીવાલે હાલમાં જ સાજિદ ખાન 'બિગ બોસ'ના ઘરમાં આવ્યો તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદથી જ સાજિદ ખાનને ઘરની બહાર કાઢવાની માગણી કરવામાં આવી હતી. હાલમાં જ સ્વાતિએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે જ્યારથી તેમણે IB મિનિસ્ટરને પત્ર લખીને ફરિયાદ કરી છે ત્યારથી તેમને સો.મીડિયામાં રેપની ધમકીઓ મળી રહી છે.

સ્વાતિ માલીવાલે પોલીસ ફરિયાદ કરી
સ્વાતિએ કહ્યું હતું કે તેણે આ સંદર્ભમાં પોલીસ ફરિયાદ કરી છે. પોલીસને વિનંતી કરી છે કે દોષીતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. સો.મીડિયામાં ધમકીઓના સ્ક્રીનશોર્ટ્સ શૅર કરીને સ્વાતિએ કહ્યું હતું, 'જ્યારથી મેં સાજિદ ખાનને 'બિગ બોસ'માંથી બહાર કાઢવાની વાત IB મિનિસ્ટરને પત્ર લખીને જણાવી છે, ત્યારથી મને રેપની ધમકીઓ મળી રહી છે. સ્પષ્ટ છે કે તેઓ વિરોધ રોકવા માગે છે. પોલીસને મારી વિનંતી છે કે તે FIR કરે અને આની પાછળ જે પણ હોય તેની ધરપકડ કરે.'

સ્વાતિએ શું કહ્યું હતું?
સ્વાતિએ હાલમાં જ સાજિદની એન્ટ્રીનો વિરોધ કરીને ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુરને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે સાજિદ ખાનને શોમાં હાંકી કાઢવાની માગણી કરી હતી. તેણે સો.મીડિયામાં લેટર પોસ્ટ કરીને કહ્યું હતું, '10 મહિલાઓએ સાજિદ ખાન વિરુદ્ધ #MeToo મૂવમેન્ટમાં યૌન શોષણના આક્ષેપ કર્યા હતા. આ તમામ ફરિયાદો સાજિદની માનસિકતાને છતી કરે છે. આવા વ્યક્તિને 'બિગ બોસ'માં સ્થાન આપવામાં આવ્યું છે. આ વાત સંપૂર્ણ રીતે ખોટી છે.'

FWICEએ સાજિદને રાહત આપી
સ્વાતિના પત્રના જવાબમાં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇ (FWICE)એ સાજિદનું સમર્થન કર્યું હતું. તેમણે સાજિદનો પક્ષ લેતાં કહ્યું હતું કે ડિરેક્ટર પર એક વર્ષથી બૅન મૂકવામાં આવ્યો હતો અને તેણે પોતાની સજા પૂરી કરી છે. માર્ચ 2019થી તેમની પરનો બૅન હટાવી લેવામાં આવ્યો છે અને તેથી જ તે 'બિગ બોસ 16'માં ભાગ લઈ શકે છે.

10 મહિલાઓએ યૌન શોષણનો આક્ષેપ કર્યો
વર્ષ 2018માં સાજિદ પર 10 મહિલાઓએ #MeToo મૂવમેન્ટ હેઠળ યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો. આ જ કારણે ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન એસોસિયેશને સાજિદ પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. લાંબા સમય બાદ સાજિદે 'બિગ બોસ'માં કમબેક કર્યું છે. જોકે, તેને કારણે વિવાદ પણ થયો છે. ઘણાં બોલિવૂડ સ્ટાર્સે સાજિદની એન્ટ્રીનો વિરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...