તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગીરા સાથે દુષ્કર્મનો કેસ:એક્ટર પર્લ વી પુરીનો સપોર્ટ કરતી એકતા કપૂરને DCPનો જવાબ, આરોપો ખોટા નથી, અમારી પાસે પુરાવા છે

મુંબઈ2 મહિનો પહેલા
  • પર્લ વી પુરી તથા એકતા કપૂરે 'નાગિન 3' તથા 'બ્રહ્મરાક્ષસ 2' જેવી સિરિયલમાં સાથે કામ કર્યું છે

સગીરા સાથેના દુષ્કર્મના આરોપમાં એક્ટર પર્લ વી પુરીની શુક્રવાર, 4 જૂનના રોજ ધરપકડ કરવામાં આવી હતી. શનિવારના રોજ કોર્ટે તેને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. હવે વસઈના DCP સંજય કુમારે પાટિલે એક વાતચીતમાં કહ્યું હતું કે પર્લ પર લાગેલા આક્ષેપો ખોટા નથી. તેમની પાસે આ અંગેના પૂરતા પુરાવા છે. ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂરે દાવો કર્યો હતો કે પર્લ નિર્દોષ છે અને તેની પાસે પીડિતાની માતાની વોઈસ નોટ છે.

વાલિવ પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો
વસઈ DCP પાટિલની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં પાટિલે કહ્યું હતું કે દુષ્કર્મની ફરિયાદ પીડિતાના પપ્પાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ વાલિવ પોલીસ સ્ટેશનમાં કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અહીંયા પોક્સ એક્ટની 376ની કલમ હેઠળ પર્લ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો.

જ્યુડિશિયલ કસ્ટડીમાં જતો પર્લ વી પુરી (મોં પર બ્લેક કપડું ઢાંકેલું છે તે)
જ્યુડિશિયલ કસ્ટડીમાં જતો પર્લ વી પુરી (મોં પર બ્લેક કપડું ઢાંકેલું છે તે)

વિક્ટિમની ઉંમર માત્ર 12 વર્ષ
DCPએ કહ્યું હતું કે પીડિતાનું નિવેદન લઈ લેવામાં આવ્યું છે. તેની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે અને પછી આરોપીની ધરપરડ કરવામાં આવી હતી. DCPના મતે, પીડિતાની માતા એ જ શોમાં કામ કરતી હતી. આ સિરિયલમાં આરોપીએ લીડ રોલ પ્લે કર્યો છે. આ જ કારણે પીડિતા સેટ પર આવી હતી. DCPએ કહ્યું હતું કે વિક્ટિમની ઉંમર માત્ર 12 વર્ષની છે. કોર્ટના આદેશ પ્રમાણે, આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

એકતા કપૂરે શું કહ્યું હતું?
એકતા કપૂરે સો.મીડિયામાં કહ્યું હતું, બાળકી તથા બાળકીની માતા સાથે કૉલ પર વાત થઈ, તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે પર્લ નિર્દોષ છે. તેનો પતિ છે, જે બાળકીને પોતાની પાસે રાખવા માટે ખોટી વાતો કરવાનો પ્રયાસ કરે છે. તે સાબિત કરવા માગે છે કે વર્કિંગ મધર પોતાની દીકરીની દેખરેખ રાખી શકતી નથી.

આ ટીવી શોમાં કામ કર્યું છે
પર્લ. વી. પુરીએ એક્ટિંગ કરિયરમાં વર્ષ 2013માં ડેબ્યૂ કર્યું હતું. તેણે 'દિલ કી નઝર સે ખૂબસૂરત', 'બત્તમિઝ દિલ', 'બેપનાહ પ્યાર', 'નાગિન 3' સહિતની સિરિયલ્સમાં કામ કર્યું છે. તે 'બ્રહ્મરાક્ષસ-2'માં અંગદ મહેરાના રોલમાં પણ જોવા મળ્યો છે. પર્લે બિગ બોસ 12 અને 13માં ગેસ્ટ તરીકે પોતાની વિઝિટ કરેલી છે. આ સિવાય તે 'કિચન ચેમ્પિયિન 5' અને 'ખતરા ખતરા' જેવા રિયાલિટી શૉઝમાં પણ પોતાની હાજરી આપી ચૂક્યો છે. 'બિગ બોસ 12 તથા 13'માં ગેસ્ટ તરીકે જોવા મળ્યો હતો.