સૌથી વધુ વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ આ વખતે નવા રંગ રૂપમાં દર્શકોની સામે આવ્યો છે. આ શોને હોસ્ટ કરનાર અને ફિલ્મ મેકર કરણ જોહરે શો ઓનએર થયા પહેલા જ એવો દાવો કર્યો હતો કે તેમનો શો 'બિગ બોસ OTT' ઓવર ધ ટોપ હશે. હજી માત્ર એક અઠવાડિયું થયું છે અને કરણનો દાવો સાચો પડી રહ્યો છે. અત્યાર સુધી આ શોમાં ઘણા સેલેબ્સની જોડીયો બની ગઈ છે તેમજ હવે આ નવી સિઝનમાં બે ફિમેલ કન્ટેસ્ટન્ટ્સ નેહા ભસીન અને રિદ્ધિમા પંડિતે બધાની સામે કિસ કરી દેતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
બે ટીમોમાં વેચાયા કન્ટેસ્ટેન્ટ
શોના પ્રથમ સપ્તાબમાં કન્ટેસ્ટેન્ટને બે ટીમોમાં વેચવામાં આવ્યા. એક ટીમ પ્રતીક સહજપાલની અને બીજી ટીમ રાકેશ બાપટની. પ્રતીકની ટીમમાં અક્ષરા સિંહ, નિશાંત ભટ્ટ, રિદ્ધિમા પંડિત અને કરણ નાથ છે. પ્રતીક સહજપાલની ટીમમાં નેહા ભસીન, મિલિંદ ગાબા, જીશાન ખાન, દિવ્યા અગ્રવાલ અને શમિતા શેટ્ટી છે
શું છે સમગ્ર ઘટના
પહેલા સપ્તાહમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ, નિશાંત અને મૂઝ જટાના અને ઉર્ફી જાવેદ જેવા લોકો નોમિનેટ થઈ ચૂક્યા છે. તેમજ પ્રતીક સહજપાલ અને અક્ષરા સિંહ બોસ મેન અને બોસ લેડી બનીને ઘર પર રાજ કરી ચૂક્યા છે. આમ તો બિગ બોસ હાઉસમાં હંમેશાં જ છોકરા અને છોકરીઓની જોડીઓ બને છે. પરંતુ આ વખતે એક અલગ જ જોડી સામે આવી છે. કેમ કે, સિંગર નેહા ભસીને ઈમોશનલ થઈને અન્ય ફિમેલ કન્ટેસ્ટન્ટ રિદ્ધિમા પંડિતને ખુલ્લેઆમ કિસ કરી દીધી.
કેવી રીતે આટલા નજીક આવ્યા
આ સમયે ઘરમાં આગામી બોસ લેડી અને બોસ મેન શોધવા માટે ટાસ્ક ચાલી રહ્યો છે. આપવામાં આવેલા ટાસ્કમાં દરેક ટીમમાંથી કન્ટેસ્ટેન્ટને સ્ટેચ્યૂ બનીને ઉભુ રહેવાનું હતું અને બીજી ટીમના સભ્યોએ તેનું ધ્યાન ભટકાવવાનું હતું. પહેલા ટાસ્કમાં પ્રતીક સહજપાલની ટીમ રાકેશ બાપટની ટીમ પર ભારે પડી રહી છે. આ દરમિયાન અભિનેત્રી રિદ્ધિમા પંડિત સ્ટેચ્યૂ બનીને ઉભી રહે છે. સિંગર નેહા ભસીન તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે અને તે રિદ્ધિમા ભસીનને કિસ કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.