તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:‘ક્રાઈમ પેટ્રોલ’ ફૅમ 52 વર્ષીય એક્ટર શફીક અંસારીનું કેન્સરને કારણે નિધન

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાતી નાટક તથા ફિલ્મમાં પણ કામ કર્યું હતું
 • નિધનના ત્રણ દિવસ બાદ જન્મદિવસ હતો

ટીવીના જાણીતા એક્ટર શફીક અંસારીનું મુંબઈમાં રવિવાર, 10 મેના રોજ નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી પેટના કેન્સરથી પીડાતા હતાં. દુઃખની વાત તો છે કે શફીકનો 13મેના રોજ જન્મદિવસ હતો. જન્મદિવસના ત્રણ દિવસ પહેલાં જ તેમનું નિધન થયું.

પેટનું કેન્સર હતું
52 વર્ષીય શફીક અંસારી ટીવી શો ‘ક્રાઈમ પેટ્રોલ’માં લાંબા સમયથી કામ કરતાં હતાં. તેઓ માતા, પત્ની તથા ત્રણ દીકરીઓ સાથે મુંબઈના મદનપુરા વિસ્તારમાં રહેતા હતાં. તેમને છેલ્લાં બે વર્ષથી પેટનું કેન્સર હતું. 10 મે, રવિવાર સાંજે છ વાગે તેમનું અવસાન થયું હતું. કેટલાંક મહિના પહેલાં ફેફસામાં ઈન્ફેક્શન થયું હતું. તેઓ છેલ્લાં કેટલાંક દિવસોથી ઓક્સિજન પમ્પ પણ લેતા હતાં. તેઓ આયુર્વેદિક દવા પણ લેતા હતાં. તેમની તબિયત 10 મેના રોજ સાંજે સાડા પાંચ વાગે ખરાબ થઈ હતી અને પછી અચાનક જ તેમનું નિધન થયું હતું.

આર્થિક સ્થિતિ સારી નહોતી
કેન્સર હોવાને કારણે લાંબા સમયથી શફીકને કામ મળતું નહોતું. આ જ કારણથી બચત પણ ધીમે ધીમે પૂરી થવા આવી હતી. સારવાર માટે પૂરતા પૈસા નહોતાં. શફીકના મિત્રોએ ક્રાઉડફંડિંગ સાઈટ દ્વારા કેન્સરની સારવાર માટે થોડાં પૈસા ભેગા કર્યાં હતાં.

1974થી કરિયરની શરૂઆત કરી
શફીક અંસારીએ 1974માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તથા રાઈટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. કેટલીક ફિલ્મ્સમાં તેમણે નાના-મોટા રોલ પણ પ્લે કર્યાં હતાં. 2003માં આવેલી ‘બાગબાન’માં શફીક અંસારી સ્ક્રીનરાઈટર્સમાંથી એક હતાં. 

શફીક અંસારીએ હેમામાલિની-શત્રુધ્ન સિંહાની ‘દોસ્ત’, ગોવિંદા-માધુરી દીક્ષિત-દિલીપ કુમારની ‘ઈજ્જતદાર’, મિથુન ચક્રવર્તીની ‘પ્યાર હુઆ ચોરી ચોરી’, ધર્મેન્દ્ર-હેમા તથા જગદીપ સ્ટારર ‘પ્રતિજ્ઞા’ તથા ‘દિલ કા હિરા’માં રાઈટર તરીકે કામ કર્યું હતું. 

ગુજરાતી નાટક-ફિલ્મમાં પણ કામ કર્યું હતું
શફીક અંસારીએ સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું હતું. આટલું જ નહીં ગુજરાતી ફિલ્મ ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’માં પણ તેમણે કામ કર્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો