તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ અપડેટ:કોવિડ પોઝિટિવ આદિત્ય નારાયણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, કહ્યું- હવે સારું છે, પરંતુ મારી પત્નીમાં નબળાઈ આવી ગઈ છે

મુંબઈ14 દિવસ પહેલા

કોવિડ 19 પોઝિટિવ આદિત્ય નારાયણ હોસ્પિટલથી ઘરે પરત આવી ગયો છે. તેણે હેલ્થ અપડેટ આપતાં કહ્યું હતું, 'મને હવે સારું છે, મારી પત્નીને પણ સારું છે. જોકે, વાઈરસને કારણે તેનામાં નબળાઈ આવી ગઈ છે.' આદિત્ય હવે ઘરમાં ક્વૉરન્ટીન છે. તે ફરી એકવાર ટેસ્ટ કરાવશે કે તે નેગેટિવ થયો કે નહીં. આદિત્યે કહ્યું હતું કે તેને કોવિડ પોઝિટિવ થયે 18 દિવસ થયા. ત્રણ અઠવાડિયા એટલે કે 21 દિવસ થશે એટલે તે ફરી એકવાર ટેસ્ટ કરાવશે.

આદિત્ય શોને મિસ કરે છે
આદિત્ય સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 12'માં હોસ્ટ તરીકે પરત આવવાની તૈયારી કરી રહ્યો છે. વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં આદિત્યે કહ્યું હતું, 'હું શોને બહુ જ મિસ કરું છું. હું પરત આવવા માટે ઉત્સુક છું. મેં ઘણું ધ્યાન રાખ્યું છતાંય હું કોવિડ 19 પોઝિટિવ થયો.'

આદિત્યે વધુમાં કહ્યું હતું, 'ઘરમાં રહો. વાઈરસથી બચવાનો આ એક માત્ર ઉપાય છે. મેં શક્ય તેટલી સાવધાની રાખી. માસ્ક પહેર્યો, દરેક વસ્તુ સેનિટાઈઝ કરી, શૂટિંગ, જીમ તથા પેરેન્ટ્સને મળવા સિવાય હું બીજે ક્યાંય ગયો નથી. ત્યાં સુધી કે જીમમાં ભીડથી બચવા માટે મેં મારો સમય સવારના છ વાગ્યાનો કર્યો હતો. છતાં હું કોરોનાની ચપેટમાં આવી ગયો. આનો અર્થ એ થયો કે કોઈ પણ વ્યક્તિ વધુ સાવધાન રહી શકે નહીં.'

પિતા ઉદિત નારાયણને વેક્સિન લેવા માટે સમજાવી રહ્યો છે
આ દરમિયાન આદિત્ય પિતા ઉદિત નારાયણને કોરોનાની વેક્સિન લેવા માટે સમજાવી રહ્યો છે. તેણે કહ્યું હતું, 'અમે પપ્પાને કન્વિન્સ કરવા મટે ફેમિલી વીડિયો કોલ કરી રહ્યાં છીએ. હું કલ્પના પણ નથી કરતો શકતો કે મારી દાદી તથા પેરેન્ટ્સ આ બધામાંથી પસાર થાય. શરૂઆતના 5-6 દિવસ મેં જે રીતે પસાર કર્યા હતાં, તે અસહનીય હતાં.'

ગયા અઠવાડિયે ચેપ લાગ્યાની માહિતી શૅર કરી હતી
આદિત્ય નારાયણે ગયા અઠવાડિયે કોરોના થયો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેના પિતા ઉદિત નારાયણે કહ્યું હતું કે તે હોસ્પિટલમાં એડમિટ છે. ઉદિતે કહ્યું હતું કે આદિત્ય હોસ્પિટલમાં છે. હવે સારું છે.

આદિત્યની ગેરહાજરીમાં 'ઈન્ડિયન આઈડલ'ના હોસ્ટ તરીકે જય ભાનુશાલી છે. સ્પર્ધક પવનદીપ રાજન પણ કોરોના પોઝિટિવ છે. તે મુંબઈની એક હોટલમાં ક્વૉરન્ટીન છે. તે શોમાં વર્ચ્યુઅલી પર્ફોર્મન્સ આપશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો