31 માર્ચ પછી ટીવી શોના રિપીટ ટેલિકાસ્ટ થશે, શૂટિંગ અટકવાથી દર અઠવાડિયે 100 કરોડ રૂપિયાનું નુકસાન

Coronavirus Effects: TV Industry Facing Loss of 100 crore every week,  show will be re telecast after March 31,
X
Coronavirus Effects: TV Industry Facing Loss of 100 crore every week,  show will be re telecast after March 31,

દિવ્ય ભાસ્કર

Mar 22, 2020, 03:39 PM IST

મનીષ ભલ્લા, મુંબઈ: એક મોટી ટીવી ચેનલ પર શો આવે છે જેમાં શ્વેતા તિવારી અને વરુણ બડોલા જેવા સ્ટાર્સ છે. અત્યારે તેનો દરેક એપિસોડ અડધાથી વધારે ફ્લેશબેકમાં ચાલે છે. આવનાર સમય માટે ફૂટેજ બચાવવાના પ્રયત્ન થઇ રહ્યા છે. આની પાછળ કોરોના વાઇરસ જવાબદાર છે. કારણકે કોરોના વાઇરસના ભયને કારણે શૂટિંગ બંધ કરાવી દેવામાં આવ્યા છે. ફિલ્મ અને ટીવી સાથે જોડાયેલ અલગ અલગ એસોશિએશન દ્વારા 31 માર્ચ સુધી શૂટિંગ અટકાવી દેવાયું છે.

ઇન્ડિયન ટીવી ફિલ્મ પ્રોડ્યૂસર કાઉન્સિલના ચેરમેન જેડી મજીઠીયાનું કહેવું છે કે, દરેક ટીવી ચેનલ પાસે એવરેજ 5-7 નવા એપિસોડનું કન્ટેન્ટ જ છે. ત્યારબાદ બધા શો રિપીટ ટેલિકાસ્ટ પર આવી જશે. જ્યારે બીજી બાજુ અમુક હોલિવૂડ શો પર તો અધૂરા જ બંધ થઇ જવાનો ખતરો છે. તેમણે એવું પણ કહ્યું કે, કાઉન્સિલ મુજબ 31 માર્ચ સુધી દેશની ટીવી ઇન્ડસ્ટ્રીને પ્રતિ અઠવાડિયું લગભગ 100 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઇ શકે છે. આંકડો હજુ વધી જશે જો તેમાં ચેનલની કાસ્ટ પણ સામેલ કરી દેવામાં આવે.

પ્રોડ્યૂસર્સ બોલ્યા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પણ વધુ નુકસાન થશે 
ટીવી પર ઘણા સફળ શો પ્રોડ્યૂસ કરનાર જામા હબીબનું કહેવું છે કે ટીવીનું નુકસાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પણ વધુ હશે કારણકે નવું કન્ટેન્ટ નહીં હોય તો જાહેરાત આપનાર રસ નહીં દાખવે. તેમણે કહ્યું કે, ચેનલ તરફથી પ્રોડ્યૂસર્સને કહેવામાં આવ્યું હતું કે 19 માર્ચ સુધી જેટલું શૂટિંગ થઇ શકે એટલું કરી લે પણ 31 માર્ચ સુધીનું નવું કન્ટેન્ટ શૂટ ન થઇ શક્યું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી