તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:હંમેશાં ગરબા રમતાં દયાભાભીનાં ઠુમકા લગાવતો ડાન્સ વીડિયો સો.મીડિયામાં વાઇરલ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિશા વાકાણીનો મ્યૂઝિક વીડિયો વાઇરલ
  • દિશા છેલ્લાં ત્રણ વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળી નથી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીનું પાત્ર ભજવનારા દિશા વાકાણીનો હાલમાં જ સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં દિશા વાકાણીનું પર્ફોર્મન્સ જોઈને ચાહકોને નવાઈ લાગી છે.

મરાઠી સોંગ્સ પર કર્યો ડાન્સ
દિશા વાકાણીનો મ્યૂઝિક વીડિયો વાઇરલ થયો છે. આ મ્યૂઝિક વીડિયોમાં દિશાની સાથે એક્ટર બંટી છે. આ મ્યૂઝિક વીડિયોના શબ્દો 'દરિયા કિનારે એક બંગલો..' છે. ગીતમાં દિશા વાકાણી પાકિટ ચોર હોય છે. તે પોલીસવાળાનું પાકિટ ચોરે છે અને માછમારોની વસતીમાં આવે છે અને અહીંયા તે ડાન્સ કરે છે. સામાન્ય રીતે ચાહકોએ દિશા વાકાણીને ગરબા કરતાં જોઈ છે. આ વીડિયોમાં દિશા વાકાણીનો ડાન્સ જોઈને ચાહકો પણ નવાઈમાં મૂકાઈ ગયા છે. આ વીડિયોમાં દિશા વાકાણી એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. આ ગીત સિંગર શ્રીકાંત નારાયણે ગાયું છે અને ડિરેક્શન ઈસ્માઈલ ઉમર ખાન તથા સુપ્રિયા પાટિલ ખાનનું છે.

'દરિયા કિનારે એક બંગલો...' ગીતમાં બંટી સાથે દિશા વાકાણીનો ડાન્સ
'દરિયા કિનારે એક બંગલો...' ગીતમાં બંટી સાથે દિશા વાકાણીનો ડાન્સ
દિશા વાકાણીના ડાન્સ મૂવ જોઈને ચાહકોને પણ ભારે અચરજ થયું
દિશા વાકાણીના ડાન્સ મૂવ જોઈને ચાહકોને પણ ભારે અચરજ થયું

છેલ્લાં ત્રણ વર્ષથી શોમાં જોવા મળી નથી
દિશાએ 2017માં ઓક્ટોબરમાં છ મહિનાની મેટરનિટી લિવ લીધી હતી. જોકે, છ મહિના બાદ પણ દિશા શોમાં પરત ફરી નહોતી. દિશા દીકરી સ્તુતિનાં ઉછેર પર ધ્યાન આપવા માગતી હોવાથી તે શોમાં પરત ફરી નહોતી. વચ્ચે ચર્ચા હતી કે દિશા વાકાણીએ અસિત મોદીના પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સમાં સંપર્ક કર્યો હતો અને શોમાં પરત ફરવા અંગે વાત કરી હતી. જોકે, ત્યારબાદ પણ દિશા શોમાં પરત આવી નહોતી. હવે, જોવાનું એ છે કે શોમાં દિશા વાકાણી પરત આવે છે કે નહીં?

ફેમિલી ફંક્શનમાં દિશા વાકાણી દીકરી તથા માતા સાથે.
ફેમિલી ફંક્શનમાં દિશા વાકાણી દીકરી તથા માતા સાથે.

દિશા પોતાના નિર્ણયો જાતે લેતી નથી
સૂત્રોના મતે, દિશા શોમાં પરત આવશે કે નહીં એનો નિર્ણય તેના પતિ પર નિર્ભર છે. સૂત્રોના મતે, 'દિશા પોતાના જીવનમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ઘણી જ નબળી છે. લગ્ન પહેલાં તે પોતાના પિતા પર નિર્ભર હતી. પછી ભાઈ અને હવે પતિ પર. તે પોતાના નિર્ણયો ક્યારેય જાતે લેતી નથી. શોમાં જ્યારે કમબેક કરવાની વાત આવી ત્યારે તેના પરિવાર તરફથી કેટલીક ડિમાન્ડ આવી હતી, જેમ કે નાઈટ શૂટ નહીં, શનિ-રવિ રજા, મહિનામાં 15 દિવસ જ શૂટિંગ, દીકરી માટે અલાયદો રૂમ અને ફીમાં વધારો. જોકે આ શરતો માનવી શક્ય નહોતી. ગયા વર્ષે દિશા શોમાં પરત ફરશે એવી ચર્ચા હતી. જોકે પછી કોઈક મુદ્દે સમાધાન ના થતાં દિશાએ શોમાં આવવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને શોમાં દયાભાભીનો પત્ર આવે છે અને પત્રમાં તે જેઠાલાલને ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ પરત ફરશે, તેવી વાત કરે છે. આ સીન આવ્યા બાદ ફરીથી દિશા વાકાણી શોમાં આવશે કે નહીં, એની ચર્ચા થવા લાગી હતી.

અસિત મોદી તથા તેમની ટીમ દિશા વાકાણીને શોમાં પરત લાવવા શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે
અસિત મોદી તથા તેમની ટીમ દિશા વાકાણીને શોમાં પરત લાવવા શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે

અસિત મોદીએ કંટાળીને કહ્યું હતું, હવે હું જ દયા બની જાઉં
અસિત મોદીને જ્યારે દયાભાભી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, 'મને એવું લાગે છે કે હવે તો હું જ દયાબેન બની જાઉં. આ સવાલ છેલ્લાં ઘણાં વર્ષોથી પૂછવામાં આવે છે કે તે ક્યારે પરત આવશે. અમે હજી પણ તેમની રાહ જોઈ રહ્યાં છે. જો તે શો છોડવાની વાત કરે તો અમે નવા દયાબેન લાવીશું. જોકે, હાલમાં દયાબેન પરત આવશે કે નહીં, પોપટલાલના લગ્ન થશે કે નહીં તે વાત મહત્ત્વની નથી. વાસ્તવમાં આ રોગચાળામાં અન્ય બીજા પ્રશ્નો વધારે મહત્ત્વના છે. આ તમામ બાબતોમાં રાહ જોઈ શકાય તેમ છે.'

દિશા વાકાણીનો વાઇરલ થયેલો ડાન્સ વીડિયો

અન્ય સમાચારો પણ છે...