ફિટ ઈન્ડિયા:કોમેડી કિંગ કપિલ શર્માને વર્કઆઉટ સેશનમાં માતાનો સાથ મળ્યો, વેબ ડેબ્યુ માટે કોમેડિયને જોરદાર ટ્રાન્સફોર્મેશન કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોમેડી કિંગ કપિલ શર્મા લોકડાઉન પછી પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે. તેણે વર્કઆઉટ કરીને ફુલ બોડીટ્રાન્સફોર્મેશન કર્યું છે. ફિટનેસ સારી રાખવા તે સતત કસરત કરી રહ્યો છે. કપિલના વર્કઆઉટમાં હવે તેની માતા પણ સાથ આપી રહ્યા છે.

હાલમાં જ કપિલ શર્માએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વર્કઆઉટ સેશનનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ટ્રેડમિલ પર પરસેવો પાડી રહ્યો છે. બીજી બાજુ તેની માતા જનક રાની પણ બાલ્કનીમાં ચાલી રહ્યા છે. ફેમિલી વર્કઆઉટ સેશનનો વીડિયો શેર કરી કોમેડિયને લખ્યું, મા-બેટા વર્કિગ આઉટ. ફિટ ઇન્ડિયા. બેકગ્રાઉન્ડમાં પ્રિયંકા ચોપરા સ્ટારર ‘મેરી કૉમ’ ફિલ્મનું સોંગ ‘દિલ યે ઝિદ્દી’ ઉમેર્યું છે.

વેબ ડેબ્યુ માટે વજન ઘટાડી રહ્યો છે
ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર’ કરુંથી બોલિવૂડ ડેબ્યુ કરનારો કપિલ ટૂંક સમયમાં ડિજિટલ ડેબ્યુ કરવાનો છે. કેરેક્ટર માટે તેણે 11 કિલો વજન ઘટાડ્યું છે. હાલમાં જ ગોવિંદા ‘ધ કપિલ શર્મા’ શોમાં મહેમાન બનીને આવ્યો હતો. આ દરમિયાન બિહાઈન્ડ ધ સીન વીડિયોમાં કપિલ શર્માએ ખુલાસો કરીને કહ્યું કે, પહેલા મારું વજન 92 કિલો હતું, હવે તે 81 કિલો થઇ ગયું છે. અપકમિંગ સિરીઝમાં ફિટ દેખાવવા માટે આ ટ્રાન્સફોર્મેશન કર્યું છે.

વેબ ડેબ્યુ માટે કપિલને મોટી રકમ મળી
થોડા દિવસ પહેલાં શત્રુધ્ન સિન્હા કપિલના શોમાં આવ્યા હતા. ત્યારે કોમેડિયન કૃષ્ણા અભિષેકે વાતચીતમાં જ કહ્યું હતું કે, કપિલને વેબ સિરીઝ માટે 20 કરોડ રૂપિયા મળ્યા છે.

ફિટનેસ પર ધ્યાન આપવાનો નિર્ણય
કપિલ શર્માએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ લોકડાઉન મારા માટે બ્લેસિંગ રહ્યું છે. મારી દીકરી સાથે પણ સમય પસાર કર્યો છે. શરુઆતમાં વર્કઆઉટ પર ધ્યાન આપવાનો નિર્ણય પણ કર્યો હતો પણ તે થયું નહિ. આખો દિવસ દીકરી સાથે રમ્યા કરતો અને ખાતો રહેતો હતો. પરંતુ ફરીથી મેં વર્કઆઉટ પર ધ્યાન આપવાનું શરુ કર્યું. હવે હું સતત વર્કઆઉટ પર ધ્યાન આપીશ.

અન્ય સમાચારો પણ છે...