સુગંધા મિશ્રાની સગાઈ:સંજય દત્તની મિમિક્રી કરનારા ડૉ. સંકેત ભોસલે સાથે સિંગર-કોમેડિયન લગ્ન કરશે, રોમેન્ટિક ફોટો શેર કરી ગુડ ન્યૂઝ આપ્યા

એક વર્ષ પહેલા
બંને છેલ્લીવાર સુનીલ ગ્રોવરના શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન’માં સાથે હતા

‘ધ કપિલ શર્મા’ શોમાં ટીચર વિદ્યાવતીના રોલમાં દેખાતી કોમેડિયન અને સિંગર સુગંધા મિશ્રાએ ડૉ. સંકેત ભોસલે સાથે સગાઇ કરી છે. સુગંધાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. તેણે સંકેત સાથે રોમેન્ટિક અંદાજમાં ફોટો શેર કરીને લખ્યું, ફોરેવર ડૉ. સંકેત. ગેટિંગ મેરિડનું હેશટેગ પણ કર્યું છે. સંકેતે પણ રોમેન્ટિક ફોટો શેર કરીને સુગંધાને ટેગ કરીને લખ્યું, મારી સનશાઈન મળી ગઈ.

ઘણા સેલેબ્સે અભિનંદન પાઠવ્યા
સુગંધાની પોસ્ટ જોયા પછી સો.મીડિયા યુઝર્સ સહિત ઘણા સેલેબ્સે અભિનંદન આપ્યા છે. સિંગર નેહા કક્કરે કમેન્ટ કરી, તમારા બંને માટે હું ઘણી ખુશ છું. એક્ટ્રેસ બિદિતા બાગે લખ્યું, મેડ અને મેડ અને મેડ ફોર ઈચ અધર જોડી. સિંગર હર્ષદીપ કોરે લખ્યું, ગોડ બ્લેસ યુ.
અમે દોસ્ત છીએ
એક ઇન્ટરવ્યૂમાં સુગંધાએ કહ્યું હતું, અમે ઘણા સારા મિત્રો છીએ અને ‘મૈને પ્યાર કિયા’નો ડાયલોગ છે ને કે દોસ્તી કી હૈ, નિભાની પડેગી. તો અમે મિત્રતા નિભાવી રહ્યા છીએ. અમારી કેમિસ્ટ્રી ઘણી સારી છે. બંને છેલ્લીવાર સુનીલ ગ્રોવરના શો ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાનમાં સાથે હતા.

સંકેત ભોસલે કોણ છે?
ડૉ. સંકેત ભોસલે વ્યવસાયે ડૉક્ટર પણ છે અને કોમેડિયન પણ છે. તે ધ કપિલ શર્મામાં સંજય દત્તની મિમિક્રી કરતો હોય છે.દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું, બાળપણથી મને મિમિક્રીનો શોખ છે. લોકો દિવાળી-હોળીમાં નવા કપડા ખરીદતા હતા અને ‘હું હમ આપકે હૈ કોન’નો ડ્રેસ, ‘ખલનાયક’માં કેદીનો ડ્રેસ અને વકીલનો ડ્રેસ ખરીદી પહેરતો હતો. મારા માતા-પિતાને આ બધું ગમતું હતું અને તેઓ મને આવા કપડા પહેરવીને ફેમિલી ફંક્શનમાં પણ લઇ જતા હતા. પરંતુ લાઈફમાં અભ્યાસનું પણ મહત્ત્વ છે. આથી ડેડીએ કહ્યું હતું, પહેલાં અભ્યાસ પૂરો કર, પછી જે કરવું હોય એ કરજે, મેં MBBS કર્યું અને એ પાછો ડર્મોલોજિસ્ટનો અભ્યાસ કર્યો. હું સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પણ છું.