રાજુ શ્રીવાસ્તવ હેલ્થ અપડેટ:ત્રીજા દિવસે તાવ ઉતર્યો, UP સરકારે રેસિડન્ટ કમિશ્નરને દેખરેખની જવાબદારી સોંપી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ત્રીજા દિવસે તાવ ઉતરી ગયો છે. દિલ્હીની AIIMS (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં રાજુની દેખરેખ માટે ઉત્તર પ્રદેશની સરકારે રેસિડન્ટ કમિશ્નરને જવાબદારી સોંપી છે. તેમણે હોસ્પિટલ જઈને રાજુની તબિયત અંગે જાણકારી લીધી હતી. આ માહિતી રાજુના મોટાભાઈએ આપી હતી.

26 દિવસથી કોમામાં
રાજુ છેલ્લાં 26 દિવસથી કોમામાં છે. તેમને એકવાર માત્ર પાંચ સેકન્ડ માટે ભાન આવ્યું હતું. ડૉક્ટર્સે કહ્યું હતું કે રાજુની રિકવરી ઘણી જ સ્લો છે. તેમને ભાનમાં આવતા હજી સમય લાગી શકે છે.

કોમેડિયન સુનીલ પાલે યાદો શૅર કરી
રાજુના મિત્રો, પરિવાર તથા ચાહકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. સુનીલ પાલે એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે ગીત 'જિંદગી કી યહી રીત હૈ..' ગાય છે. આ વીડિયો સુનીલ પાલે મુંબઈમાં રાજુની ઓફિસમાં શૂટ કર્યો હતો.

આ પહેલાં પણ તાવ આવ્યો હતો
10 ઓગસ્ટના રોજ હાર્ટ અટેક આવ્યા બાદ રાજુને દિલ્હીના AIIMSમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટે રાજુને તાવ આવ્યો હતો અને ત્રણ દિવસે તબિયત સ્થિર થઈ હતી.

દીકરી ICUમાં ગઈ હતી
રાજુના ભાઈના જણાવ્યા પ્રમાણે, શનિવાર, 3 સપ્ટેમ્બરના રોજ રાજુની દીકરી અંતરા ICUમાં ગઈ હતી. અત્યાર સુધી માત્ર શિખાને જ એન્ટ્રી આપવામાં આવતી હતી. ડૉક્ટર્સે વેન્ટિલેટર સપોર્ટ હટાવવાની ના પાડી દીધી છે. રાજુના તમામ ઓર્ગન વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે. હાર્ટ રેટ, બ્લડ પ્રેશર સામાન્ય છે.

અન્ય સમાચારો પણ છે...