ધ કપિલ શર્મા શો:કોમેડિયન કપિલ શર્માનું સપનું સાકાર થયું, કમલ હાસનને મળીને કહ્યું- તમે એક મહાન વ્યક્તિ છો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોમેડિયને શોના સેટ પર કમલની સાથે ક્લિક કરવામાં આવેલો ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો

કપિલ શર્માના શો પર ઘણા સેલેબ્સ તેમની ફિલ્મોના પ્રમોશન માટે આવતા રહે છે. કપિલનો આ શો ઓડિયન્સમાં આ કારણે જ પોપ્યુલર છે. તાજેતરમાં ધ કપિલ શર્મા શોના સેટ પર કમલ હાસન પહોંચ્યો હતો. આ દરમિયાન કપિલે એક ખુલાસો કર્યો કે કમલ હાસનને મળ્યા પછી તેનું સપનું સાકાર થઈ ગયું. કોમેડિયને શોના સેટ પર કમલની સાથે ક્લિક કરવામાં આવેલો ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

કપિલનું સપનું સાકાર થયું
ફોટો શેર કરતા કપિલે પોસ્ટ પર કેપ્શન આપ્યું, જ્યારે તમારું સપનું સાકાર થઈ જાય. અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાન એક્ટર કમલ હાસનની સાથે ઘણો સારો સમય પસાર કર્યો. તમે એક શાનદાર એક્ટર હોવાની સાથે એક સારા વ્યક્તિ છો. અમારા શો પર આવવા માટે આભાર. તમારી અપકમિંગ ફિલ્મ વિક્રમ માટે શુભકામનાઓ. કમલ હાસનની સાથે કપિલ સિવાય અર્ચના પૂરણ સિંહ, કીકુ શારદા અને કૃષ્ણા અભિષેકે પણ ફોટો ક્લિક કરાવ્યા હતા. કપિલે વ્હાઈટ ટી શર્ટની સાથે બ્લુ જેકેટ અને પેન્ટ પહેર્યું હતું. તેમજ કમલ હાસન ગ્રે શર્ટ અને ડેનિમમાં જોવા મળ્યો હતો. અર્ચના લાઈમ ગ્રીન એથનિક આઉટફિટમાં જોવા મળી હતી.

સ્ટોરી શેર કરીને 'સદમા' ફિલ્મનું સોન્ગ વગાડ્યું
કપિલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ કમલની સાથે એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં તેણે એક્ટરને ટેગ કર્યો અને સાથે જ 'એ જિંદગી ગલે લગા લે' સોન્ગ પણ વગાડ્યું. આ સોન્ગ 1983માં આવેલી સદમા ફિલ્મનું છે, જેમાં કમલ હાસનની સાથે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીએ પણ લીડ રોલ પ્લે કર્યો હતો.

કમલની અપકમિંગ ફિલ્મ 'વિક્રમ'
કમલ એ લોકોમાંનો એક છે જે ઘણા ઓછા શોમાં જાય છે. કપિલ શર્માના શો પર પણ કમલ પહેલી વખત પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યો હતો. કમલ હાસનની અપકમિંગ ફિલ્મ 'વિક્રમ' 3 જૂનના રોજ રિલીઝ થશે. કમલે આ ફિલ્મને રાજ કમલ ફિલ્મ્સ ઈન્ટરનેશનલના બેનર હેઠળ પ્રોડ્યુસ પણ કરી છે. આ એક તેલુગુ એક્શન થ્રિલર ફિલ્મ હશે.