સેલેબ લાઇફ:કપિલ શર્માએ દારૂના નશામાં ગિન્ની ચતરથને પ્રપોઝ કર્યું હતું, બોલ્યો- તે ડરી ગઈ હતી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકપ્રિય કોમેડિયન કપિલ શર્મા હાલમાં ડિજિટલ ડેબ્યૂને કારણે ચર્ચામાં છે

લોકપ્રિય કોમેડિયન કપિલ શર્મા હાલમાં ડિજિટલ ડેબ્યૂને કારણે ચર્ચામાં છે. કપિલ શર્મા 'આઇ એમ નોટ ડન યટ'માં જોવા મળશે. આ સ્પેશિયલ એપિસોડ 28 જાન્યુઆરીએ ટેલિકાસ્ટ કરવામાં આવશે. મેકર્સ શોના પ્રોમો રિલીઝ કરી રહ્યા છે. હાલમાં જ મેકર્સે એક પ્રોમો રિલીઝ કર્યો હતો અને તેમાં કપિલ શર્માએ ગિન્ની ચતરથને કેવી રીતે પ્રપોઝ કર્યું તેની વાત કરી હતી.

નશામાં ધૂત હતો
પ્રોમોમાં કપિલ શર્મા કહે છે કે તેણે દારૂના નશામાં ધૂત થઈને ગિન્ની ચતરથને પ્રપોઝ કર્યું હતું. કપિલ શર્માએ પોતાની પત્ની ગિન્ની માટે કહ્યું હતું, 'આ તમામ એક્ટર્સમાંથી મારી ફેવરિટ હતી. અમે સાથે થિયેટરમાં જતા હતા. હું હંમેશાં તેને અનેક કામ આપી દેતો હતો. તે ફોન કરીને કહેતી કે આજે શું શું થયું. આજે કેટલું રિહર્સલ કર્યું. એક દિવસ તેણે મને ફોન કર્યો હતો. મેં ઓફિસર્સ ચોઇસ પીધી હતી. ફોન ઉપાડતાં જ મેં તેને પૂછ્યું હતું, 'ડૂ યુ લવ મી?' (તું મને પ્રેમ કરે છે?) તે ધ્રુજી ગઈ હતી. તેણે સામે કહ્યું હતું, 'શું? આ વ્યક્તિમાં આટલી હિંમત કેવી રીતે આવી ગઈ?' ભગવાનનો આભાર કે તે દિવસે મેં તાડી નહોતી પીધી.'

સ્કૂટરવાળાને કેમ પ્રેમ કર્યો?
કપિલે આગળ કહ્યું હતું, 'જો મેં તે દિવસે તાડી પીધી હોત તો મારો સવાલ જ બીજો હોત. હું એમ પૂછત કે ગિન્ની તારા પપ્પાને કોઈ ડ્રાઇવર જોઈએ છે? ગિન્ની હું તને એક વાત પૂછવા માગું છું. આમ તો ગિન્ની મારા કોઈ શોમાં આવી નથી. તમે બહુ સારા પરિવારમાંથી આવો છે. તમારી નાણાકીય સ્થિતિ ઘણી જ સારી છે. તો એક સ્કૂટર ચલાવતા છોકરાને શું જોઈને પ્રેમ કર્યો?'

આ સાંભળીને ગિન્નીએ કહ્યું હતું, 'મેં વિચાર્યું કે પૈસાદારને તો તમામ લોકો પ્રેમ કરે છે, પરંતુ આ ગરીબનું હું ભલું કરી દઉં.' આ સાંભળીના હાજર દર્શકો ખડખળાટ હસી પડ્યા હતા.

શો માટે કપિલે 11 કિલો વજન ઉતાર્યું
કપિલનો આ સ્પેશિયલ એપિસોડ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થશે. આ શો માટે કપિલ શર્માએ 11 કિલો વજન ઉતાર્યું હતું.

2018માં લગ્ન કર્યાં હતાં
કપિલ તથા ગિન્ની કોલેજ સમયના મિત્રો છે. બંનેએ 13 ડિસેમ્બર, 2018ના રોજ લગ્ન કર્યા હતા. બંનેને દીકરી તથા દીકરો છે.