કપિલ શર્માએ 2016ની વિવાદિત પોસ્ટ અંગે વાત કરી:કોમેડિયને કહ્યું, 'PM મોદીને કરેલી BMCની ફરિયાદ નવ લાખ રૂપિયામાં પડી હતી, માલદિવ્સ ભાગવું પડ્યું હતું'

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમેડિયન કપિલ શર્મા ડિજિટલ ડેબ્યૂ કરશે

કોમેડિયન કપિલ શર્મા ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાનો છે. કપિલ શર્મા નેટફ્લિક્સ પર પોતાનો સ્ટેન્ડ અપ સ્પેશિયલ શો લઈને આવી રહ્યો છે. નેટફ્લિક્સ તથા કપિલે હાલમાં જ આ શોનો એક પ્રોમો શૅર કર્યો હતો. આ પ્રોમોમાં કપિલ શર્માએ પોતાની એક સો.મીડિયા પોસ્ટને કારણે થયેલા વિવાદ બાદ તેણે શું કર્યું હતું તે વાત કરી હતી.

શું કહ્યું કપિલે?
વીડિયોમાં કપિલે કહ્યું હતું, 'હું ફટોફટ માલદિવ્સ જતો રહ્યો હતો. અહીંયા હું 8-9 દિવસ રહ્યો. માલદિવ્સ પહોંચીને મેં એમ કહ્યું કે મને એવો રૂમ આપો જ્યાં ઇન્ટરનેટ જ ના હોય. તેમણે મને સામે સવાલ કર્યો હતો, 'તમે લગ્ન કરીને આવ્યા છો.' તો મેં કહ્યું હતું, 'હું ટ્વીટ કરીને આવ્યો છું.'

વધુમાં કપિલે કહ્યું હતું, 'હું જેટલાં દિવસ ત્યાં રહ્યો, મને નવ લાખનો ખર્ચ થયો. મારા જીવનભરના અભ્યાસ પાછળ પણ જેટલો ના ખર્ચ થયો, એટલો મેં એક લાઇનને કારણે કરી નાખ્યો. સાચે જ હું ટ્વિટર પર કેસ કરવા માગું છું.'

કપિલે આગળ વાત કરતાં કહ્યું હતું, 'કારણ કે ક્યારેક કોઈ નેતા ટ્વીટ કરે છે તો ટ્વિટરવાળા નીચે લખે છે 'મેનીપ્યુલેટેડ ટ્વીટ' તો મારી ટ્વીટની નીચે પણ લખી દે કે 'ડ્રન્ક ટ્વીટ.' ઇગ્નોર કરો, મારા પૈસા બચી જાત. મારા માટે આ સિસ્ટમ સમજની બહાર છે. જો હું રાત્રે કોઈ વાત કહું છું તો રાત્રે જ વાત કરો અને પૂરી કરો, કારણ કે સવારે મારો વિચાર બદલાઈ જાય છે. હું આજે દિલ ખોલીને કહેવા માગું છું કે તમામ ટ્વીટ્સ મારા નહોતી, કેટલીક જેક ડેનિયલ તો કેટલીક જ્હોની વૉકરની હતી. જોકે, થોડીક મારી પણ હતી, પણ નાની-નાની વાતો માટે તમે કોઈ કલાકારને બ્લેક લિસ્ટ તો ના કરી શકો ને..'

કપિલની વિવાદાસ્પદ ટ્વીટ શું હતું?
ઉલ્લેખનીય છે કે 2016માં કપિલે BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) પર લાંચનો આરોપ મૂક્યો હતો. કપિલે વડાપ્રધાન મોદીને ટૅગ કરીને પોસ્ટ શૅર કરી હતી. કપિલે કહ્યું હતું કે BMCએ તેની પાસે પાંચ લાખ રૂપિયાની લાંચ માગી હતી.

કપિલના મતે આ પોસ્ટ તેણે નશામાં કરી હતી. સમય પસાર થતાં આ મુદ્દો પણ સેટલ થઈ ગયો હતો. જોકે, કપિલ આજે પણ પોતાની આ પોસ્ટ અંગે મજાક કરતો રહેતો હોય છે.

કપિલનો શો 28 જાન્યુઆરીએ આવશે
કપિલ શર્માનો શો 'કપિલ શર્માઃ આઇ એમ નોટ ડન યેટ' 28 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.